*ગુજરાતમાં દારૂ માટે થશે આંદોલન?*
ગાંધીનગર રાજ ભવન ખાતે માજી સૈનિકો દારૂ ન મળતા રજૂઆત કરવા પહોંચ્યા હતા 4 મહિનાથી દારૂનો ક્વોટા ન મળતા માજી સૈનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. સાથો સાથ કેન્ટિન ફેસિલિટી શરૂ કરવા કરવા રજૂઆત કરી હતી જો બે દિવસમાં દારૂનો ક્વોટા આપવાની મંજૂરી નહિ અપાય તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.
************
*નગરપાલિકના પ્રમુખને કરાયા સસ્પેન્ડ*
મહીસાગરના લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાથે સાથે સભ્યપદેથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેઓએ પ્રમુખ તરીકેની ફરજ દરમિયાન પરવેઝ કન્સ્ટ્રક્શનને કામમાંથી મુક્તિ આપવા સત્તાનો દૂરપયોગ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે.
**********
*ભુજ: પોલીસ પર ટોળાએ કર્યો હુમલો*
ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં જુણા ગામે પોલીસ ખનીજચોરી અંગે કાર્યવાહી કરવા ગઈ હતી. જ્યા પોલીસની ટીમ પર અંદાજે 200 જેટલાના ટોળાએ હુમલો કર્યો હતો. જે મામલે પોલીસે આઠ આરોપોને ઝડપી પાડ્યા છે. ગઈકાલે સાંજે પોલીસ બાતમીને આધારે સ્થળ પર કાર્યવાહી કરવા ગઈ હતી ત્યારે પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમા પીએસઆઈ સહીત 4 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ કેસમાં 35 આરોપીઓના નામ સહિત 100 થી 125 લોકોના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
************
*નગરપાલિકાની સામાન્ય સભા બની તોફાની*
ભુજ નગરપાલિકાની ટાઉનહોલમાં સામાન્ય સભા યોજાઈ હતી. જે ભારે વિવાદીત રહી હતી. વિપક્ષની રજૂઆતો ધ્યાને ન લેવાતા પ્રમુખની ગાડી અટકાવી કોંગ્રેસ દ્વારા ભારે વિવાદ કરવામાં આવ્યો હતો. સામાન્ય સભામાં આજે ડ્રેનેજ મુદ્દે શાખાના ચેરમેન દિલીપ હડિયાએ ચીફ ઑફિસર સામે વિવિધ આરોપ લગાવ્યા હતા અને તેમની વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ઠપકા ઠરાવ રજૂ કર્યો હતો. કોંગ્રેસની મહિલા નગરસેવકોએ પ્રમુખને ઘેરીને તેમના હાથમાં રહેલો ઠપકા ઠરાવ આંચકી લીધો હતો.
***********
*સાબરડેરીએ દૂધના ભાવમાં ધરખમ ઘટાડો*
હિંમતનગર સ્થિત સાબરડેરીએ દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. ગાયના દૂધમાં કિલો ફેટે રૂપિયા નવનો ઘટાડો કર્યો છે. તો ભેંસના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો ઘટાડો કર્યો છે. સાબર ડેરીના નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3 લાખ પશુપાલકોમાં નારાજગી વ્યાપી છે.
***********
*7 જુલાઈએ રિક્ષા ચાલકો હડતાળના મૂડમાં*
અમદાવાદમાં 7 જુલાઈએ ઓટોરિક્ષા ચાલકો હડતાળ પર ઉતરશે. રિક્ષા ચાલકો દ્વારા એન કેન પ્રકારે મેમો આપવાનું બંધ, સરકાર દ્વારા કરવામાં આવેલી એક લાખની લોનની વ્યવસ્થા સરળ કરવા.આ અંગે નાયબ મુખ્ય મંત્રીને ઓટો રીક્ષા ફેડરેશનના પ્રમુખ અશોક પંજાબીના નેતૃત્વમાં રજૂઆત કરવામાં આવી હતી.આ આંદોલને વિવિધ યુનિયનોએ પણ સહમતી આપી
**********
*વીજળી પડવાથી સાત લોકોના મોત ખેતરમાં કામ કરતા મજૂરો પર વીજળી પડતા 11 ઘાયલ*
બોટાદના સરવઇ અને લાઠીદડ વચ્ચે આવેલી વાડીમાં વીજળી પડતા ત્રણના મોત થયા છે. ભાવનગર રોડ પર આવેલી વાડીમાં ખેડૂત કામ કરતો હતો તે સમયે અચાનક વીજળી પડતા ખેડૂત અને પાંચ વર્ષની બાળકીનું મોત થયું. બને મૃતકોને પી.એમ.અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સરવઇ ગામે પણ સિમ વિસ્તારમાં વીજળી પડતા 17 વર્ષીય યુવતીનું મોત થયું.
********
*80 કરોડ લોકોને મળશે મફત અનાજ*
કોરોનાથી લડતા ભારતમાં 80 કરોડથી વધુ લોકોને 5 કિલો ઘઉં અથવા ચોખા મફત આપ્યા છે. આ સિવાય 1 કિલો દાળ પણ મફત આપી છે.
પીએમ મોદી કોરોના લોકડાઉન બાદ સતત દેશજોગ સંબોધન કરી રહ્યા છે એકવાર ફરી રાષ્ટ્રજોગ સંબોધન કરશે. પીએમ મોદીનું આ સંબોધન એલએસી પર ચીન સાથે તણાન અને અનલોક-2ની જાહેરાતના એક દિવસ અગાઉ આવી રહ્યું છે. પીએમઓએ એક ટ્વીટ કરીને રાષ્ટ્રના નામે સંબોધનની જાહેરાત કરી હતી
************
*તાજ હોટેલ પર ફરી થશે હુમલો? પાકિસ્તાને આપી ધમકી*
હોટેલને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી આપતો ફોન પાકિસ્તાનથી આવ્યો હોટેલની સુરક્ષા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગમાં વધારો પાકિસ્તાનથી મુંબઈની તાજ હોટેલને ઉડાડી દેવાની ધમકી આપતો ફોન આવ્યો છે અને ત્યારબાદ મુંબઈ પોલીસે હોટેલની સુરક્ષા સજ્જ કરી છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગમાં પણ વધારો કર્યો છે.
**********
*હવે એસી ટ્રેનમાં તાજી હવા મળશે*
નવી દિલ્હી: રેલવેની વાતાનુકુલિત ટ્રેનોમાં હવે પરિભ્રમણ થયેલી હવા બદલીને ઑપરેશન થિયેટર (ઓટી) જેવી તાજી હવા તેના કોચમાં પંપ કરવામાં આવશે. પરિભ્રમણ થતી હવામાં ચેપ ફેલાવાની સંભાવના વધારે હોય છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.બારમી મેથી રાજધાનીના રૂટ પર રેલવે દ્વારા ચલાવવામાં આવતી ૧૫ જોડી એસી ટ્રેનોથી શરૂ થયેલા આ પ્રયોગને રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરની પોસ્ટ કોવિડ કામગીરી માટેની તૈયારીઓના ભાગરૂપે તમામ એસી ટ્રેનમાં નકલ કરવામાં આવશે
**********
*૯-નંબર મેળવા ૬૦ કરોડ રૂપિયા ચૂકવ્યા*
દુબઇમાં સ્થાયી થયેલા એક ભારતીય ઉદ્યોગપતિએ જેમણે પોતાની બ્રાન્ડ નવી રોલ્સ રોયસ કાર પર પોતાની પસંદગીનો રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટે ૬૦ કરોડ રૂપિયા ચૂકવ્યા છે છે ને આશ્ર્ચર્ય થાય એવી વાત આ ભારતીય ઉદ્યોગપતિનું નામ છે બલવિંદર સિંહ સાહની. તેઓ યુએઇમાં રહે છે. સાહની દુબઇમાં ખૂબ જ લોકપ્રિય છે. તેઓ અબુ સબાહના નામે પણ ઓળખાય છે. સાહનીએ તેની નવી રોલ્સ રોયસ ગાડીના રજિસ્ટ્રેશનના ખાસ નંબર માટે બોલી લગાવી હતી. દુબઈ રોડ અને ટ્રાન્સપોર્ટ ઑથોરિટીએ ૮૦ વિશેષ નંબરો જાહેર કર્યા છે.
********
*સરકાર ભાવવધારા દ્વારા લૂંટ ચલાવે છે: સોનિયા ગાંધી*
નવી દિલ્હી: કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ લૉકડાઉનની શરૂઆતથી અત્યાર સુધીમાં બાવીસ વખત ઇંધણના ભાવ વધારવા બદલ કેન્દ્ર ખાતેની ભાજપ સરકાર પર શાબ્દિક હુમલા કર્યા હતા તેમ જ સરકાર આ ભાવવધારા દ્વારા લોકો પાસે લૂંટ ચલાવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો
***********
*માસ્ક પહેરો નહીં તો રૂપીયા હજાર દંડ ભરો*
મુંબઈ: કોરોનાને ફેલાતો અટકાવવા માટે અમલમાં મૂકેલા લોકડાઉનને તબક્કાવાર હળવો કરીને જનજીવન થાળે લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે નાગરિકો દ્વારા કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા જાહેર કરેલા પ્રતિબંધાત્મક ઉપાયનું ઉલ્લંઘન થતું હોવાનું જણાઈ આવ્યું છે. ખાસ કરીને લોકો માસ્ક પહેરતા ન હોવાનું જણાઈ આવતા પાલિકા પ્રશાસને એક સર્ક્યુલર બહાર પાડ્યો છે,
**********
*ગુજરાતમાં ડીઝલ-પેટ્રોલના ભાવવધારો સામે ઠેર ઠેર દેખાવો*
અમદાવાદ: કોરોના વાઈરસના કેર અને લોકડાઉનથી ધંધા રોજગાર ઠપ થઇ જતા કમાણી વગર બેહાલ થઇ ગયેલા લોકોને મોંઘવારીમાંથી છુટકારો આપવાને બદલે કેન્દ્રની ભાજપ સરકાર અને પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં કરવામાં આવેલા ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસે રાજ્યમાં સતત ચોથી વાર અમદાવાદ રાજકોટ વડોદરા, સુરત સહિતના મહાનગરો અને નગરોમાં સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજ્યા હતા
**********
*આયાતી ઉમેદવારોને જીતાડવાની ભાજપની કવાયત શરૂ*
અમદાવાદ: ગુજરાતમાં વતર્માન ધારાસભ્યોમાં ૫૦ ટકા ધારાસભ્યો કોંગ્રેસમાંથી આયાત કરવામાં આવેલા છે, તાજેતરમાં જ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપના ઉમેદવારને જીતાડનારા આઠમાંથી પાંચ માજી ધારાસભ્યોને સિરપાવ રૂપે એમની જ જૂની બેઠકો પરથી ફરીવાર ભાજપના ઉમેદવાર તરીકે પેટા ચૂંટણી લડાવીને જીતાડવા માટેની પ્રદેશ ભાજપ દ્વારા કયાયત શરૂ કરી દેવામાં આવી છે.
***********
*મોરારિબાપુનું અપમાન કરનારા પબુભાને કોઇ હોદ્દો આપશો નહીં: સાધુ સમાજ*
ગાંધીનગર: કથાકાર મોરારિબાપુ પર દ્વારકામાં હુમલાનો પ્રયાસ કરનારા ભાજપના માજી ધારાસભ્ય અને અગ્રણી પબુભા માણેકને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ સ્થાન ન મળે તે માટે સાધુ સમાજના પ્રતિનિધિ મંડળે મુખ્ય પ્રધાન સમક્ષ રજૂઆત કરી હતી.
************
*જૈન સાધુ દુષ્કર્મ મામલો: વધુ એક મહિલાએ લગાવ્યો છેડતીનો આરોપ*
ઇડર:૭૫ વર્ષની વૃદ્ધાએ નિવેદનમાં જણાવ્યું કે સાત આઠ વર્ષ પહેલા એકલતાનો લાભ લઈને છેડતી કરી હતી ઇડરના પાવાપુરી જૈન મંદિરના જૈન મુનિઓની મુશ્કેલી વધી છે. વધુ એક મહિલાએ જૈન મુનિ પર છેડતીનો આરોપ લગાવ્યો છે.
************
*રાજ્યોની જીડીપીમાં મોટો ઘટાડો થશે*
મુંબઇ: કોરોના રોગચાળાને કારણે ચાલી રહેલા લોકડાઉનને લીધે દરેક રાજ્યોના જીડીપીમાં મોટો ઘટાડો થશે, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૧માં ગોવા, ગુજરાત, સિક્કિમ જેવા રાજ્યના જીડીપીમાં નવ ટકાથી વધારે ઘટાડો થશે,
**********
*ડાંગરની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે*
નવસારી જિલ્લામાં વરસાદ ખેંચાતા ડાંગરની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો ડાંગરનું ધરૂ વાવી જૂનના અંતમાં ડાંગરની રોપણીના સપના સેવ્યા હતા. પરંતુ મેઘરાજાએ હાથતાળી આપતા પાણી વગર ખેડૂતોની હાલત કફોડી બની છે તેમાં પણ ડીઝલના ભાવમાં થયેલા ધરખમ વધારાએ ખેડૂતોને પડ્યા પર પાટુ માર્યું છે
************
*સુરતમાં ટ્રાફિક પોલીસે યુવકને માર માર્યો*
ટ્રાફિક પોલીસ વાહન ચાલકો પાસે દંડની વસુલાત કરી હતી ત્યારે અમરોલી સ્થિત ટ્રાફિક પોલીસે યુવકને માર મારી અપશબ્દો કહ્યા હતા. દંડ પેટે પોલીસ કર્મચારીએ બે હજારની માંગણીનો યુવકે આરોપ લગાવ્યો હતો યુવકે પોતાની પાસે માત્ર 200 રૂપિયા હોવાની વાત જણાવી હતીમોબાઈલમાં વીડીયો રેકોર્ડિંગ કરતા પોલીસ કર્મચારીએ યુવકને માર માર્યો હતો.
***********
*182 બેડની હોસ્પિટલ ઉભી કરવાનો નિર્ણય*
સુરતના ભટાર સ્થિત મનપા સંચાલિત કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટને કોવિડ હોસ્પિટલમાં ફેરવવાની તૈયારીઓ કરવામાં આવી આ માટે હોસ્પિટલમાં 182 બેડની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. સાથે જ 18 જેટલા ટોયલેટ બ્લોક, રસોડાની અલગથી વ્યવસ્થા સહિતની સગવડો પણ ઉભી કરવાના પ્રયાસ કરવામાં આવ્યો છે.
***********
*ખંભાળિયા તાલુકામાં આકાશી વીજળી પડતા બેના મૃત્યુ*
ખંભાળિયા તાલુકામાં વીજળીના જોરદાર કડાકા-ભડાકા સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ સાથે ખંભાળિયા પંથકમાં વીજળીના કારણે વ્યાપક નુકશાની થયાના સમાચારો પણ સાંપડ્યા છે. ખંભાળિયા તાલુકાના વિરમદડ ગામે રહેતા ખેડૂત પરિવારના કેટલાક સદસ્યો બપોરે તેમની વાડી હતા ત્યારે આકાશી વીજળી પડતા બેનાં મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય બે યુવતિઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
**************
*રાજ્યમાં મેઘરાજાની સવારી 102 તાલુકામાં વરસાદ*
યથાવત સવારે 10 થી 12 ના સમયગાળા દરમિયાન 102 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વરસાદ જૂનાગઢના મેંદરડામાં પડ્યો મેંદરડામાં બેકલાકમાં બે ઇંચ વરસાદમાળિયામાં દોઢ ઇંચવરસાદ.રાજકોટમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ ભાદર ડેમમાં અડધો ફુટ નવા નીર આવ્યા
***********
*tiktok સામે ભારતની ચિનગારી એપ મેદાનમાં*
tiktok સામે ભારતની ચિનગારી એપ મેદાનમાં આવી લોકોએ tiktokને ડિલિટ કરીને ચિનગારી કરી ડાઉનલોડ દર કલાકે એક લાખ લોકો ડાઉનલોડ કરી રહ્યા છે એપ
***********
*ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો* નિર્ણયહોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
રાજ્યમાં રાત્રે 10 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુ નો અમલ કરવાનો રહેશે
*************
*ગુજરાત ATSની કાર્યવાહી*
50થી વધુ ઘાતક હથિયાર પકડાયા નેપાળથી વિદેશી હથિયારોની થતી હતી તસ્કરી અલગ અલગ સ્થળ કચ્છ, હળવદ, સુરેન્દ્રનગર, મોરબીમાં કાર્યવાહી
14 આરોપી સાથે અત્યારસુધી કુલ 3 કરોડના હથિયારો જપ્ત
************
*દિલ્હીમાં પ્લાઝમા બૅંક શરૂ થશે*
નવી દિલ્હી: દિલ્હીમાં કોરોનાના ગંભીર દર્દીઓ માટે પ્લાઝમા બૅંક સ્થાપવાની મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી આ બૅંક બે દિવસમાં કાર્યરત થઇ જશે. જે લોકો કોરોનાના રોગમાંથી સાજા થયા છે તેમને પ્લાઝમા દાન કરવા માટે સમજાવવામાં આવશે એમ કેજરીવાલે જણાવ્યું હતું
******
*છાતીના એક્સ-રેથી કોરોનાનો ચેપ જાણી શકાશે*
નવી દિલ્હી: આઇઆઇટી ગાંધીનગરના સંશોધનકારોએ છાતીના એક્સ-રેથી કોરોનાનો ચેપ જાણવાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પદ્ધતિ વિકસાવી છે. તબીબી પરીક્ષણના પહેલા આ પદ્ધતિથી ઝડપી પ્રારંભિક નિદાન થઇ શકશે. કોરોના માટેની મર્યાદિત પરીક્ષણ સુવિધાઓને જોતા એક્સ-રેના ઉપયોગથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ વિકસાવવા ધસારો છે. આઇઆઇટી સંશોધનકારોએ ઇન્ટરનેટના માધ્યમથી કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓના એક્સ-રે અને સામાન્ય લોકોના એક્સ-રેના ડેટા લઇ એઆઇના માધ્યમથી તેની સરખામણી કરી હતી
*****************
*ગિલાનીએ હુર્રિયત કૉન્ફરન્સ છોડી*
શ્રીનગર: અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ સોમવારે હુર્રિયત કૉન્ફરન્સ છોડવાની જાહેરાત કરી હતી મીડિયાને આપેલા ચાર લાઇનના પત્ર અને ઑડિયોમાં ૯૦ વર્ષીય ગિલાનીએ હુર્રિયત કૉન્ફરન્સ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી હતી અને તમામ સભ્યોને હુર્રિયત કૉન્ફરન્સ છોડવા પાછળના કારણ અંગે વિગતવાર પત્ર લખી જાણ કરી હતી
*********
*મકાનની એક દીવાલ અચાનક ધરાશાયી*
સુરત. નાનપુરા હીજડાવાડમાં એક જર્જરીત કાચું મકાન અચાનક ધરાશાયી થતા ત્યાંના રહીશોમાં ભાગદોડ મચી ગઈ હતી. મકાનની એક દીવાલ ધસી પડતા પરિવારના સભ્યો બહાર દોડી ગયા હતા. ત્યાર બાદ મકાનનો અન્ય ભાગ પણ પડી ગયો હતો. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
**********
*ગુરૂનો ધન રાશિમાં પ્રવેશ*
ગુરૂ વૃહસ્પતિ ધનરાશિના સ્વામી છે અને ભારત દેશની રાશિ પણ ધન છે, જેના લીધે ધનુ રાશિ વધારે પ્રભાવિત થશે. વૃહસ્પતિનું રાહુ સાથે દૃષ્ટિગોચર થઈ રહ્યું છે. રાહુ હાલ ખૂબ જ શક્તિશાળી અવસ્થામાં છે તેથી તેનો બધા પર પ્રભાવ પડશે.
જેના લીધે કેટલાક જગ્યાએ અતિવૃષ્ટિ તેમજ પૂર પણ આવી શકે છે. જો વરસાદની વાત કરીએ તો એ સારા પ્રમાણમાં થશે. શેયર માર્કેટની પણ સ્થિતિ સુધરશે. કોરોના મહામારીની દૃષ્ટિએ જોઇએ તો સપ્ટેમ્બર બાદ આ પરિસ્થિતિ ધીરે-ધીરે સુધરશે
વૈશ્વિક જે મોટી-મોટી શક્તિઓ છે તેઓ મોટા-મોટા અને સારા નિર્ણયો લેઈ શકે છે જેના કારણે વિશ્વમાં શાન્તિ સ્થાપાય એવી શક્યતા છે.
ભૌગોલિક પરિસ્થિતિમાં ફેરફાર તેમજ શાસન-પ્રશાસનના સ્તરે મોટા નિર્ણયો લેવાની સ્થિતિ બનશે. ધાર્મિક કાર્યોમાં પણ પ્રગતિ આવશે તેમજ યાત્રાના યોગ પણ બનશે. 20 નવેમ્બર બાદ ગુરૂ વૃહસ્પતિ મકર રાશિમાં ગોચર કરશે. મકર રાશિનો સ્વામી શનિ છે.
**********