મોસમી તાવને દૂર કરવા માટે વરાળ શ્વાસમાં લેવાની પ્રક્રિયા અજમાવવાની આરોગ્ય સંભાળ નિષ્ણાતોની સલાહ
આયુષ મંત્રાલય દ્વારા આ કટોકટી દરમિયાન પોતાની સંભાળ લેવા માટે આરોગ્યનાં પગલાં તરીકે વરાળ શ્વાસમાં લેવાની, હળદરનું દૂધ પીવાની, યોગા કરવાની ભલામણ અપનાવવા માટે તબીબી નિષ્ણાતો ફરી એક વાર ભાર મૂકે છે
ગુજરાત, સોમવાર, 29મી જૂન, 2020- ચોમાસાની મોસમમાં વાઈરસ આસાનીથી ફેલાઈ શકે છે. આને ધ્યાનમાં રાખતાં ઈમ્યુનિટી વધારવા અને શ્વાસના આરોગ્યનું રક્ષણ કરવા માટે ઉત્તમ વ્યવહારોનું પાલન કરવું જરૂરી છે. આરોગ્યનાં પગલાંના મહત્ત્વ પર ભાર આપતાં આ કસોટીના સમયમાં પોતાની સંભાળ રાખવા માટે આયુષ મંત્રાલય દ્વારા શ્વાસના આરોગ્યના વિશેષ સંદર્ભ સાથે ઈમ્યુનિટી વધારવા માટે પોતાની સંભાળ લેવાની માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને શરદી, નાક બંધ હોય તો નિયમિત રીતે વરાળ શ્વાસમાં લેવા, એન્ટીઓક્સિડન્ટ ધરાવતું હળદરયુક્ત દૂધ પીવા અને એકંદર આરોગ્ય જાળવવા માટે યોગા કરવાનો તેમાં સમાવેશ થાય છે.
આ અનિશ્ચિત સમયમાં આપણે આપણા પરિવારના અને પોતાના આરોગ્ય વિશે વધુ ચિંતિત હોઈએ છીએ ત્યારે છ મહત્ત્વપૂર્ણ મોસમી તાવનાં લક્ષણો સમજવાનું બહુ મહત્ત્વપૂર્ણ છે. તેમાં શ્વાસ લેવામાં મુશ્કેલી, શરીરમાં દર્દ, ખાંસી, બંધ નાક, માથામાં દર્દ, સ્નાયુઓ તંગ બનવાનો સમાવેશ થાય છે. આ સમયે પારિવારિક ડોક્ટરોને પહોંચ મર્યાદિત બની છે ત્યારે નિષ્ણાત મંજૂર પગલાં લેવાથી લક્ષણોની માવજત કરવામાં મદદ થશે અને ઠંડી અને શરદીધી ઝડપથી રાહત થશે, કારણ કે તે ઘરે બેઠાં બેઠાં પણ કરી શકાય છે.
આ વિષય પર બોલતાં આયુર્વેદ કન્સલ્ટન્ટ અને પંચકર્મ તબીબ ડો. કુણાલ માણેક કહે છે, ચોમાસાની મોસમ આવી રહી છે ત્યારે પોતાને સુસજ્જ કરવાનું અને જીવાણુ તથા વાઈરસોથી શરીરની નૈસર્ગિક સ્વબચાવ પ્રણાલીને મજબૂત બનાવવાનું વધુ મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને તાવ જેવાં લક્ષણોથી રાહત મેળવવા માટે વરાળ શ્વાસમાં લેવાની પ્રક્રિયાનો વ્યાપક ઉપયોગ થાય છે, જેનાથી શરીર ઠંડી સામે લડે છે. ફુદીનાનાં પાન, અજમો જેવી આયુર્વેદિક સામગ્રીઓ સાથે નિયમિત વરાળ લેવાથી સૂકી ખાંસી અને ગળામાં સોજાથી રાહત મળશે. તમે ઔષધી રબ પણ ઉપયોગ કરી શકો છો, જેમાં ફુદીના, અજમો, કપૂર અને નીલગિરિ છે, જે ખાંસી અને શરદીનાં લક્ષણોથી રાહત મેળવવામાં મદદ કરે છે.
ચોમાસામાં હવામાં ઉચ્ચ નમીની માત્રા વાઈરસને માર્ગ મોકળો આપે છે ત્યારે ઉક્ત પગલાંથી વ્યક્તિ સુરક્ષિત રહેવા સાથે તેને બંધ નાક ખોલી નાખવામાં, શ્વાસની મુશ્કેલીઓમાં રાહત મેળવવામાં અને ખાંસીથી છુટકારો મેળવવામાં મદદ થાય છે. વરાળ અસરકારક રીતે લેવા માટે એક કે બે નાની ચમચી ઔષધી રબ ગરમ પાણીના બાઉલ (ઉકાળેલું નહીં)માં લો, તમારા માથા પરથી ટુવાલ ઓઢો અને બાષ્પ શ્વાસમાં લો. આ રબ કેમિસ્ટની દુકાનોમાં તૈયાર મળે છે. દર્દ સંબંધી લક્ષણોમાં તે અસરગ્રસ્ત જગ્યામાં સીધું જ લગાવી શકાય છે. હંમેશાં લેબલ વાંચો. નિર્દેશ અનુસાર જ ઉપયોગ કરો. ઊકળતા પાણીમાં ઔષધી રબ નાખશો નહીં. રબને પાણી સાથે ગરમ અથવા પુનઃગરમ કરશો નહીં. જો લક્ષણો તે છતાં નહીં જાય તો તમારા ડોક્ટરને બતાવો.
સંદર્ભઃ આયુર્વેદના કોવિડ-19ની કટોકટી દરમિયાન પોતાની સંભાળ લેવા માટે ઈમ્યુનિટી વધારતાં પગલાં, ભારત સરકાર. લિંકઃ https://www.ayush.gov.in/docs/123.pdf