રાજપીપળા નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રમુખ-ઉપપ્રમુખની ગેરહાજરી હાજર પાલિકા સદસ્ય ભરત વસાવા અધ્યક્ષ બનાવી બોર્ડની મીટિંગ ચલાવાય.

રાજપીપળા નગરપાલિકાની સામાન્ય સભા બોર્ડમાં ખાણીપીણીની લારીઓ પથારી વાડાના ભાડાં વધારવા તથા એમ્બ્યુલન્સ સેવા વોટર પાર્કની સેવા સહિત અન્ય સેવાઓ ના ચાર્જીસ વધારવા મુલત્વી રખાયા
આગામી ડિસેમ્બરમાં ચૂંટણી આવતી હોય વેરા વધારી સૂતો હોય તો કેવી રીતે માગીશું? એ બીકે તમામ પક્ષે વિપક્ષે વેરા વધારવાનો વિરોધ કરતાં સર્વાનુમતે વેરા નહી વધારવાનો નિર્ણય લેવાયો. 15 કરોડના 6 અને 9 વાર્ષિક હિસાબો મંજૂર કરાયા.
સભામાં 6 માસિક અને 9 માસિક હિસાબો મોડા રજૂ કરવાના કારણો પૂછાયા.
કન્યા શાળા ની હરાજી ગેરકાયદે હોવાનું જણાવી આ અંગે ઠરાવ કરવા જણાવી નગરપાલિકાને જાણ કર્યા વગર તોડે નહીં તેવો ઠરાવ કરી જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કરી મકાન નહીં તોડવાનું નક્કી કરાયું.
રાજપીપળા, તા. 14
રાજપીપળા નગરપાલિકાની સામાન્ય સભામાં 13મી માર્ચે પ્રમુખ અને ઉપપ્રમુખની ગેરહાજરીમાં પાલિકા સદસ્ય ભરત વસાવાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના સભાખંડમાં યોજાઇ હતી.
જેમાં નવું બજેટ તેમજ 6 માસિક અને 9 માસિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. એ ઉપરાંત ખાણીપીણીની લારીઓ, પથારીવાળાના ભાડાં વધારવા તથા એમ્બ્યુલન્સ સેવા, વોટર વર્કસની સેવા સહિતની અન્ય સેવાઓના ભાડાના વધારવા બાબતે એજન્ડા મુદ્દા પર ચર્ચા હાથ ધરાઈ હતી.
જોકે સામાન્ય સભામાં બોર્ડ મિટિંગમાં ખાણીપીણીની લારીઓ પથારીવાળાના ભાડા વધારવા તેમજ એમ્બ્યુલન્સ સેવા, વોટર વર્કસની સેવાની અન્ય સેવાઓના ચાર્જીસ છે હાલ લેવામાં આવે છે તેમાં વધારો કરવાનું હાલ પૂરતું સર્વાનુમતે મુલતવી રખાયું હતું. આગામી ડિસેમ્બરમાં ચૂંટણી આવતી હોય વેરા વધારે સૂતો હોય તો કેવી રીતે માગીશું એ બી કે તમામ પક્ષે વિપક્ષે એક થઇ ગયા હતા અને વેરા વધારવા નો વિરોધ કરતાં સર્વાનુમતે વેરા નહીં વધારવાનો નિર્ણય લેવાયો હતો.
જોકે બોર્ડ મિટિંગમાં પ્રમુખ જીગીશાબેન ભટ્ટ તથા ઉપપ્રમુખ સપનાબેન વસાવા બંને ગેરહાજર રહ્યા હતા. તેથી મીની એક્ટર હેઠળ પ્રમુખ ઉપપ્રમુખની ગેરહાજરીમાં ઉપસ્થિત સદસ્યો માંથી પ્રમુખની વરણી કરી શકાતી હોય સદસ્ય ભરતભાઈ વસાવાના અધ્યક્ષપદે સામાન્ય સભા બોલાવાઈ હતી
સામાન્ય સભા 6 માસીક અને 9 માસિક હિસાબો રજૂ કરતા કયા કારણ રજૂ કરાયા અને રાબેતા મુજબ કેમ રજૂ ના કરી શકાય તે બાબતે પાલિકા સદસ્ય મહેશ વસાવા એ પ્રશ્ન ઉઠાવ્યા હતો. એ ઉપરાંત ચેર તરફથી ઝાંસીની રાણી કન્યાશાળા ને તોડી પાડવા માટે કાટમાળ ઉતારવાની અરજી રદ્દ કરવાનો મુદ્દો સદસ્ય મહેશ વસાવા તથા મુમતાજ છે કે ઉઠાવ્યો હતો જેમાં મીની 110 મુજબની બિલ્ડીંગ તોડવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર ને જાણ કર્યા વગર તોડી શકે નહીં જિલ્લા પંચાયતના સત્તાધીશો એ કન્યા શાળાનો મકાન તોડવા માટે નગરપાલિકાએ ને જા નથી કરી એટલું જ નહીં આ મિલકત જિલ્લા પંચાયતની નથી નંબર 23 અને સર્વે નંબર 95 કન્યા શાળા આવેલી છે જેનો હક જિલ્લા પંચાયત પાસે નથી તેની માલિકી પણ નથી માત્ર આંગણવાડી ની જમીન જ માલિકી માં બોલે છે તેથી કન્યાશાળા જિલ્લા પંચાયતને માલિકીની નથી તેથી થયેલી હરાજીમાં પણ ગેરકાયદે હોવાનું જણાવી આ અંગે ઠરાવ કરવા જણાવી નગરપાલિકાને જાણ કર્યા વગર તોડે નહીં તેવું ઠરાવ કરી જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કરી મકાન નહીં તોડવાનું નક્કી કરાયું હતું.


રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા