તંત્ર દ્વારા મૃત જિરાફને અગ્નિદાહ આપવામાં આવ્યો
રાજપીપલા તા14
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 375 એકરમાં ફેલાયેલા સફારી પાર્કમાં વધુ એક જિરાફનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે . આ અગાઉ પણ અહીં બે જિરાફના મોત નીપજ્યા હતા. ત્યારે આજે વધુ એક જિરાફનું મોત કુલ ત્રણ જીરાફના મોત થયા છે. જોકે જરૂરી કાર્યવાહી કરી ને તંત્ર દ્વારા મૃત જિરાફને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે
અહીં રાખવામાં આવેલા દેશ-વિદેશનાં પ્રાણીઓને વાતાવરણ અનૂકુળ ન આવતા બે મહિના પહેલા ઝીબ્રાનુંપણ મોત થયું હતું. ત્યારે અત્યાર સુધીમાં જંગલ સફારીમાં ત્રણ જિરાફ, 3 એમ્પાલા, એક ઝિબ્રા અને વિદેશી પક્ષીઓના પણ મોત થયા છે.
સફારી પાર્કને 6 ઝોનમાં વિવિધ વિદેશી અને દેશી વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, જળચળ પ્રાણીઓ, સરિસૃપો સહિત વિભાગોમાં બનાવવામાં આવ્યું છે. 1000થી વધારે જાતિના પશુ-પક્ષીઓ અને દેશ વિદેશના પ્રાણીઓ અને પક્ષીઓ છે. જેમાં જિરાફ, જીબ્રા, સિંહ, વાઘ, મગર, વરુ, સહીત રંગબેરંગી પક્ષીઓનો સમાવેશ થાય છે.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા