*આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી દ્વારા માં અંબાને ધ્વજારોહણ કરાયું*
અંબાજી, સંજીવ રાજપૂત: ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ દ્વારા મા અંબા ના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સુપ્રિટેન્ડન્ટ વાય. કે. મકવાણાની અધ્યક્ષતામાં સ્ટાફ સાથે હોસ્પિટલથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી કર્મચારીઓએ મા અંબાને ધજા ચઢાવી માતાના આશીર્વાદ લીધા હતા.
ધ્વજા રોહણ પ્રસંગે સ્ટાફ ડોક્ટર્સ, પેરામેડીકલ સ્ટાફ, નર્સ અન્ય વહીવટી અને વર્ગ ૪ નો સ્ટાફ ઢોલ સાથે મંદિર ચાચર ચોકમાં પહોંચ્યા હતા. અને માતાજીને ભક્તિભાવથી ધજા ચડાવી હતી. આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી દ્વારા મેળાના સાત દિવસ દરમિયાન યાત્રિકોને ખડે પગે અવિરત મેડિકલ સેવા પૂરી પાડવામાં આવી હતી. મેળાના અંતિમ દિવસે પણ ૫૫૦ જેટલા યાત્રિકોને ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી. જગતજનની મા અંબાના આશીર્વાદથી મેળા દરમિયાન હોસ્પિટલમાં જે પણ કેસ આવ્યા એ સારા સાજા થઈ ગયા હતા અને હોસ્પિટલ સ્ટાફે પણ ખડેપગે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી હતી. જેના લીધે દર્દીઓના ચહેરા પર સ્મિત રેલાયુ હતું.