*જામનગરના વન સંકુલને વિવિધ વન્યજીવોના ચિત્રોથી સજાવી અનોખી ઉજવણી કરતા શાળાના વિદ્યાર્થીઓ*

*જામનગરના વન સંકુલને વિવિધ વન્યજીવોના ચિત્રોથી સજાવી અનોખી ઉજવણી કરતા શાળાના વિદ્યાર્થીઓ*

જામનગર, સંજીવ રાજપૂત: તા.2 થી 8 ઓક્ટોબર દરમિયાન યોજાયેલ વન્ય પ્રાણી સપ્તાહ કાર્યક્રમ દરમિયાન વન વિભાગ જામનગર, નોર્મલ રેન્જ જામનગર, નાયબ વન સંરક્ષક આર.ધનપાલ તેમજ મદદનીશ વન સંરક્ષક ડૉ.આર.ડી.જાદવના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં વન સંકુલ જામનગરની નોર્મલ રેન્જ કચેરીમાં શિતલ શૈક્ષણિક સંકુલના વિદ્યાથીઓ દ્વારા વન્યપ્રાણીઓ તેમજ વન વિભાગની કામગીરી તેમજ વન્યજીવોના વિવિધ ચિત્રો બનાવાયા હતા અને સમગ્ર વન સંકુલને વન્યજીવોના ચિત્રોથી સજાવી વન્યપ્રાણી સપ્તાહની અનોખી ઉજવણી કરી હતી.