*વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય અપાઈ*
અમદાવાદ, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનો ત્રિ-દિવસીય પ્રવાસ પૂર્ણ કરી ભૂવનેશ્વર જવા રવાના થયા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવસભર વિદાય આપી હતી.
આ પ્રસંગે પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક, મેજર જનરલ ગૌરવ બગ્ગા, અમદાવાદ કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે., ડેપ્યૂટી ચીફ પ્રોટોકોલ ઓફિસર સંકેતસિંહ સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ વડાપ્રધાનને ભાવસભર વિદાય આપી હતી.
****