નર્મદા જિલ્લા બ્લડ બેન્કને અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં બ્લડ પુરુપાડવા બદલ  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે દ્વારા એવોર્ડથી સંન્માનિત કરાયો.

 રક્તદાન, દેહદાન, અંગદાન સહિતની માનવીય સેવાઓમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર રાજ્યના 15 જિલ્લા અને 10 તાલુકાઓના 85 જેટલા સંસ્થાના સ્વયંસેવકો અને દાનવીરોનું મહાનુંભાવોના હસ્તે એવોર્ડ પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયુ.
નર્મદા જિલ્લા શાખા દ્વારા વર્ષ 2018-19 માં  રક્તદાન ને પ્રોત્સાહિત કરી જિલ્લાના અંતરિયાળ અને પછાત વિસ્તારમાં પણ બ્લડ પૂરું પાડી માનવીય સેવાઓ બદલ એનાયત કરવામાં આવ્યો.
રાજપીપલા, તા.10
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત શાખાની વાર્ષિક બેઠક માં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત નર્મદા જિલ્લા બ્લડ બેન્કને અંતરિયાળ  અને પછાત વિસ્તારોમાં બ્લડ પુરુપાડવા બદલ  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે દ્વારા એવોર્ડથી સંન્માનિત કરાયા છે.
આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા રેડક્રોસ શાખાને ખાસ એવોર્ડ થી સન્નમાનવમા આવી હતી અને આ અવૉર્ડ રેડ્ક્રોસ નર્મદાના ચેરમેન એન.બી. મહિડા , વાઇસ ચેરમેન ડો.દર્શનાબેન દેશમુખ તથા રેડક્રોસ નર્મદાના સભ્ય ભરતભાઈ વ્યાસે  સ્વીકાર્યો હતો. આ એવોર્ડ નર્મદા જિલ્લા શાખા દ્વારા વર્ષ 2018-19 માં રક્તદાનને પ્રોત્સાહિત કરી જિલ્લાના અંતરિયાળ અને પછાત વિસ્તારમાં પણ બ્લડ પૂરું પાડી માનવીય સેવાઓ બદલ એનાયત કરવામાં આવ્યો હતો. આ અંગે નર્મદા જિલ્લા રેડક્રોસના ચેરમેન એન.બી.મહિડા એ જણાવ્યું હતું કે આ નર્મદા જિલ્લાના સ્વૈચ્છીક રક્તદાતા અને સમગ્ર રેડ્ક્રોસ નર્મદાની ટિમને આભારી છે .
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત શાખાની વાર્ષિક બેઠક ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી .અંતરિયાળ વિસ્તારોમાં પણ જન-જનની સુવિધાઓ પહોંચાડવા આહ્વાન કર્યુ હતું. જેમાં  રક્તદાન,  દેહદાન, અંગદાન સહિતની માનવીય સેવાઓમાં શ્રેષ્ઠ પ્રદાન કરનાર રાજ્યના 15 જિલ્લા અને 10 તાલુકાઓના 85 જેટલા સંસ્થાના સ્વયંસેવકો અને દાનવીરોનું મહાનુંભાવોના હસ્તે એવોર્ડ પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયુ હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રેડક્રોસ સોસાયટી દ્વારા થતી માનવીય સેવાની ઉમદા કામગીરીને બિરદાવી ગુજરાત અનેક સમાજસેવી પ્રવૃત્તિઓમાં મોખરે રહ્યુ છે, રાજ્યના નાગરિક પણ આ ક્ષેત્રે સ્વૈચ્છિક યોગદાન આપે એ આજના સમયની તાતી જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.