*ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં NSUIને 6 બેઠક મળી ABVPમાં સન્નાટો છવાયો*

ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં મતગણતરી કેન્દ્રમાં ABVPના કાર્યકર્તાઓ ઘૂસી જતાં હોબાળો થયો હતો. NSUI દ્વારા આ વાતનો વિરોધ કરી હોબાળો કરવામાં આવ્યો હતો. જેને પગલે ABVP અને NSUIના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા.જો કે પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. ત્યારે બંને જૂથ દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરી નારેબાજીઓ કરવામાં આવી હતી. સેનેટની ચૂંટણીમાં 10માંથી 2 મેડિકલ અને ડેન્ટલની બેઠક બિન હરીફ જાહેર થઈ છે. 8 બેઠક પર થયેલી ચૂંટણીમાં અત્યાર સુધીમાં આવેલા પરિણામમાં 6માં NSUI અને 2માં ABVPનો વિજય થયો છે