આજના મુખ્ય સમાચારો. – વિનોદ મેઘાણી.

આજના મુખ્ય સમાચારો*

1️⃣6️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣

*સુરતમાં 15 લાખની લૂંટ*
મહિધરપુરા હીરા બજાર નજીક ફરી એક વખત લૂંટનો બનાવ સામે આવ્યો છે. એક આંગડિયા પેઢીના કર્મચારી પાસે લૂંટારુઓએ લૂંટ ચલાવી છે. બાઈક પર આવેલા અજાણ્યા ઈસમો લૂંટ ચલાવી ફરાર થય ગયા છે. લૂંટારુઓ રૂપિયા 15 લાખ જેવી મોટી રકમ લૂંટીને પલાયન થઈ ગયા હતા.
*******
*મહાનગરપાલિકા જમીન વેચી 350 કરોડ એકઠા કરશે*
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરે, વિવિધ વિકાસના કાર્યોને પહોચી વળવા માટે રૂપિયા 350 કરોડનું જરૂરી ભંડોળ એકઠુ કરવાની પણ દરખાસ્ત કરી છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની પરવાનગીથી રૂપિયા 200 કરોડના બોન્ડ બહાર પાડવાની જાહેરાત કરાઈ છે. તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જમીનના વેચાણથી આશરે 150 એકઠા કરવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે.
*********
*દાંડીયાત્રાનું આગમન, સીએમ રૂપાણી યાત્રામાં જોડાયા*
દાંડીયાત્રાનું નડિયાદમાં આગમન થતા મુખ્યપ્રધાન રૂપાણી પણ તેમાં જોડાયા હતા. સીએમ રૂપાણીએ સરદાર ભવનથી સંતરામ મંદિર સુધી પદયાત્રા કરી. મુખ્યપ્રધાન સાથે મોટી સંખ્યામાં લોકો દાંડી યાત્રામાં જોડાયા હતા. જે બાદ સીએમે પ્રખ્યાત સંતરામ મંદિરમાં દર્શન અને પ્રાર્થના કરી હતી.
********
*ગુજરાત પોલીસને મળી ત્રીજી આંખ*
ગુજરાત પોલીસને સ્માર્ટ અને શાર્પ બનાવવા માટે 50 કરોડ રૂપિયાના ખર્ચે 10000 બોડીવોર્ન કેમેરા વસાવવામાં આવશે. આ વર્ષે 7060 કરોડ રૂપિયાનું બજેટ ગુજરાતની શાંતિ અને સલામતી માટે તેમજ પોલીસ તંત્રને આધુનિક બનાવવા માટે ફાળવવામાં આવ્યું છે. પોલીસે શરીર પર લગાવેલા બોડી વોર્ન કેમેરાથી 50થી 60 મિટરની રેન્જમાં સામેની વ્યક્તિની ગતિવિધિ લાઈવ અથવા રેકોર્ડિંગથી કેદકરી લેવામાં આવશે.
*******
*આગામી T 20 મેચ પ્રેક્ષકો વિના જ રમાડાશે*
કોરોના સંક્રમણને ધ્યાને રાખી તેમજ અનેક જગ્યાએ થઈ રહેલા વિરોધ બાદ હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં આગામી 16, 18 અને 20 તારીખે રમાનારી મેચમાં પ્રેક્ષકોને પ્રવેશ નહીં આપવામાં આવે. આજે રમાનારી ટી-20 મેચ પ્રેક્ષકો વગર જ રમાડવામાં આવશે. કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે હજુ GCA નો એક નિર્ણય બાકી છે. મેચની ટિકિટ ખરીદનારને રિફન્ડ આપવાનો નિર્ણય હજુ બાકી છે.
*******
*ગુજરાતની 20 નગરપાલિકાના ભાજપના પ્રમુખોના નામ થયા જાહેર*
ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છ મહાનગરપાલિકા તેમજ રાજ્યમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે તાજેતરમાં જ ભાજપે રાજ્યની 6 મનપાના મેયર અને ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામો જાહેર કર્યા હતાં. ત્યારે હવે ભાજપે નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતમાં પ્રમુખના નામો પણ નક્કી કરી દીધા છે. જેમાં ભાજપે રાજ્યમાંથી 20 નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખોના નામો જાહેર કરી દીધા છે. જેની યાદી નીચે મુજબ છે.અમરેલી જિલ્લાની 5 ન.પા.ઓના પ્રમુખ-ઉપપ્રમુખોની વરણી, 5માંથી 4 નગરપાલિકામાં મહિલા પ્રમુખના સિરે સત્તાનો તાજ
********
*પૈસાની કટકી કરી વહીવટ પાડતા પોલીસ જવાનનો વીડિયો વાયરલ*
રાજ્યમાં ઘણી વાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે અથવા તો તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જેમાં ક્યારેક કોઇ ટ્રાફિક પોલીસકર્મી ખોટી રીતે ગાડીઓ રોકીને પૈસા ઉઘરાવતા હોય છે. સામાન્ય જનતાને ખોટી રીતે પરેશાન કરીને ક્યારેક તેઓ મેમો ફાડવાને બદલે બારોબાર રૂપિયા પડાવીને વહીવટ કરી લેતા હોય છે. ત્યારે તાજેતરમાં જ એક એવો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક ટ્રાફિક પોલીસ જવાન રસીદ આપ્યા વિના પૈસા ઉઘરાવી રહ્યો છે.
*******
*રાત્રિ ખાણીપીણીની બજારો ચાલુ રહે તો કોરોના વકરે*
અમદાવાદમાં કોરોના સંક્રમણને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય, રાત્રીના 10 વાગ્યા બાદ શહેરના આ બજારો બંધજો રાજકીય સભા હોય તો ચાલે, ક્રિકેટ મેચ હોય તો ચાલે પણ રાત્રિ ખાણીપીણીની બજારો ચાલુ રહે તો કોરોના વકરે. બસ આવો જ કંઇક રોષ હાલમાં ખાણીપીણીની લારી દુકાનો ચલાવતા લોકોમાં જોવા મળી રહ્યો છે. કેમકે કોરોનાના લોકડાઉન બાદ માંડ માંડ ધંધા શરૂ થયા હતા ત્યાં જ રાત્રીની ખાણીપીણી બજારમાં પ્રતિબંધ લગાવાની શરૂઆત કરી દેવાઇ છે.
********
*ચીનની રાજધાની બેઇજિંગમાં આખું આકાશ નિસ્તેજ થઈ ગયું*
એક વર્ષથી કોરોના વાયરસને કારણે ચીને એક નવા પ્રકારનો હુમલો સહન કર્યો. ચીનની રાજધાની બેઇજિંગમાં આખું આકાશ સવારના સમયે નિસ્તેજ થઈ ગયું હતું. જ્યાં પણ લોકોની આંખો જતી હતી ત્યાં બધું પીળી દેખાઈ. હકીકતમાં, બેઇજિંગમાં આજે સવારે રેતીના તોફાનથી પટકાઈ હતી, જેના કારણે સર્વત્ર ધૂળવાળા વાવાઝોડા જોવા મળ્યા હતા. આ ઉપરાંત ચીનના પાડોશી દેશ મંગોલિયામાં પણ રેતીના વાવાઝોડા આવ્યા હતા. તેની પકડને કારણે છ લોકોના મોત નીપજ્યા હતા અને 80 લોકો ગુમ થયા હતા તોફાનને કારણે 400 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે
********
*ધારાસભ્યને બહાર કાઢી મુક્તા મામલો ગંભીર બન્યો*
પ્રજાએ મારા કામ જોઇને મને ચૂંટ્યો છે કપડાં જોઇને નહીં : ભાજપના મંત્રીઓને છૂટ, કોંગ્રેસના ધારાસભ્યએ ટીશર્ટ પહેરતાં સસ્પેન્ડ
ગુજરાત વિધાનસભામાં ટી શર્ટ પહેરી ને આવેલા કૉંગ્રેસ ના ધારાસભ્ય વિમલ ચુડાસમા ના અધ્યક્ષે ગૃહની બહાર કાઢી મુક્તા મામલો ગરમાયો હતો.ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ચાલી રહ્યું છે તયારે ધારાસભ્યોને ટી શર્ટ ના પહેરવાનો આદેશ કર્યો હતો તેમ છતાં આજે કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ટી શર્ટ પહેરીને ગૃહમાં આવતા અધ્યક્ષે તેમને ગૃહમાંથી નીકળી જવા અને શર્ટ પહેરીને આવવા ની સૂચના આપી હતી.
********
*વૃંદાવન કુંભ મેળામાં કિન્નર મહામંડલેશ્વર હિમાંગી સખી આકર્ષણનું કેન્દ્ર*
મુંબઈવૃંદાવનમાં ચાલી રહેલા કુંભ મેળામાં પહેલીવાર મુંબઈમાં રહેતા કિન્નર મહામંડલેશ્વર હિમાંગી સખીએ ભાગ લીધો અને શાહી સ્નાન કર્યું. તેઓ તમામ લોકોના આકર્ષનાં કેન્દ્ર બન્યાં છે. વૃંદાવન કુંભ પૂર્વ વૈષ્ણવ બેઠકમાં કિન્નર મહામંડલેશ્વર હિમાંગી સખી ભજન કીર્તન અને પ્રવચનની સાથોસાથ શ્રદ્ધાળુઓને દર્શન આપી રહ્યાં છે. કુંભ મેળામાં હજારો સાધુ-સંતો અને મહામંડલેશ્વરે પોતપોતાના તંબુ તાણ્યા છે. દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુ મહામંડલેશ્વરના આશીર્વાદ લેવા જઈ રહ્યા છે
********
*પૂર્વ પતિના ભાઈએ 4 લોકો સાથે મળીને મહિલા સાથે કર્યુ દુષ્કર્મ*
રાજસ્થાનના વારન જીલ્લામાં પતિ સામે એક મહિલા સાથે 5 લોકોએ કથિર રૂપે ગેંગરેપ કર્યો. પોલીસના જણાવ્યા મુજબ ઘટના જ્યારે એક 30 વર્ષીએય પીડિત મહિલા પોતાના પતિ અને 8 વર્ષની બહેન સાથે બાઈક પર ઘરે પરત ફરી રહી હતી. એ સમયે 5 લોકો મહિલાને ખેતરમાં લઈ જઈને તેની પર બળાત્કાર કર્યો.મહિલા વારનમાં જ બાલાજી મંદિરમાં દર્શન કરીને પરત આવી રહી હતી. એસપી વિનીત કુમાર બંસલે જણાવ્યુ કે મહિલાનો અરોપ છે કે બળાત્કાર કરનારા 5 આરોપીમાં તેના પૂર્વ પતિના ભાઈનો પણ સમાવેશ હતો.
******
*પુત્રના મોહમાં પુત્રીનું ગળું દબાવી કરી હત્યા*
આધુનિક જમાનામાં પણ લોકોનો પુત્ર છુટતો નથી, દિકરીએ આકાશને આંબે રહી છે. દિકરો-દિકરી એકસમાનની મસમોટી વાતો કરવામાં આવી રહી છે. ત્યારે બધાની વચ્ચે કડીમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પુત્રની લાલસામાં એક મહિનાની બાળકીની હત્યા કરવામાં આવતાં હાહાકાર મચી જવા પામ્યો છે.આ ચોંકાવનારી ઘટનામાં આખો પરિવાર દોષી સાબિત થયો છે.
*******
*સગીરાએ પોતાની માતા પાંચ પુરુષો સાથે સંબંધ રાખતી હોવાની સગાઓને જાણ કરી*
આણંદ વિસ્તારમાં રહેતી મહિલાએ એક બે નહીં પરંતુ ચાર પાંચ પર પુરુષો સાથે સંબંધ રાખ્યા હતા. રાતે જ્યારે બાળકો સુઈ જાય ત્યારે પુરુષ દિવાલ કુદી ઘરમાં આવતો હતો. જે બાબતે મહિલાની પુત્રીએ તેના સંબંધીઓને જાણ કરતાં માતાએ પુત્રી સાથે ખરાબ રીતે બોલાચાલી કરી હતી જેનું મનમાં લાગી આવ્યું હતું. સગીરાને તેના જ સગા ભાઈએ માર માર્યો હતો. માતા અને ભાઈ તેને ઘરમાં ગણતા ન હતા. જેથી સગીરાને અવારનવાર નાની બાબતોમાં બોલાચાલી કરી હાથ ઉપાડતા હતા.
*******
*ગુજરાતના 10 શહેરોમાં ગરમી 35 ડિગ્રીને પાર*
ઉત્તર-પૂર્વના ઠંડા પવનોને કારણે હાલમાં અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમીથી રહાત રહી છે. પરંતુ, આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો વધીને 40 ડિગ્રી તેમજ કેટલાક શહેરોમાં 40 ડિગ્રી પાર કરે તેવી શક્યતા હોવાથી કાળઝાળ ગરમી પડવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે કરી છે.હવામાન વિભાગના આંકડાઓ મુજબ અમદાવાદમાં દિવસ દરમિયાન ઠંડા પવનો ચાલુ રહ્યાં હતા, જેને કારણે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.8 ડિગ્રી વધીને 37.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન કરતાં દોઢ ડિગ્રી વધીને 20.1 ડિગ્રી નોંધાયું હતું.
*******
*સુરતના મોનાબેન દેસાઈ મળ્યો અનાવિલ નારી રત્ન એવૉર્ડ*
સુરત અનાવિલ સખી વૃંદ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી મહિલા દિવસના સંદર્ભમાં યોજાયેલા કાર્યક્રમમાં મોનાબેન દેસાઈને એમના સામાજિક ક્ષેત્રના આગવા પ્રદાન માટે અનાવિલ સમાજ નારીરત્ન એવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા શ્રી દયાળજી આશ્રમ ખાતે આ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો
********
*PM મોદી 17મીએ તમામ રાજ્યોના CM સાથે કરશે બેઠક*
દેશમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. દેશમાં એક દિવસમાં રેકોર્ડ પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશમાં એક દિવસમાં રેકોર્ડ કેસ નોંધાયા છે. દેશમાં ગત 24 કલાકમાં 26,291 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ મહામારીના કારણે 118 લોકોના મોત થયા છે. ગઈકાલે 25,320 પોઝિટિવ કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડ 99 લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી ચુકી છે. આ તમામ સમાચારો વચ્ચે મોટા સમાચાર એ છે કે મોદી 17મીએ દેશના તમામ સીએમ સાથે એક બેઠક કરી શકે છે
********
*પાલનપુર નગરપાલિકાના નવા હોદ્દેદારો ની વરણી કરવામાં આવી*
અંબાજી બનાસકાંઠા જિલ્લા માં સ્થાનિક સ્વરાજ ની નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ ને કારમી હાર આપ્યા બાદ હવે પાલનપુર નગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા ભાજપા અને પ્રદેશ ભાજપા મહુડી મંડળની સહમતીથી પાલનપુર નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે હેત્તલબેન રાવલ ઉપ પ્રમુખ તરીકે હસમુખ ભાઈ કારોબારી ચેરમેન તરીકે દીપકભાઈ પટેલ પક્ષના નેતા તરીકે શ્રીમતી હર્ષાબેન માહેશ્વરી અને દંડક તરીકે નરેશભાઈ રાણાની નિમણુંક કરવામાં આવી છે
*******
*મેચ રમાશે તો આત્મવિલોપન કરી લઈશની ધરપકડ*
મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાવી ના જોઈએ મેચ રમાશે તો આત્મવિલોપન કરી લઈશ. ચાંદખેડા પી.આઈ. સાથે ફોન પર સરકાર અને શાસકો વિરૂધ્ધ અભદ્ર ભાષામાં વાત કરી ગભરાટની સ્થિતિ સર્જનાર ગાંધીનગરમાં રહેતા પંકજ પટેલ નામના વ્યક્તિ સામે વિધીવત પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
*🙏🙏thaend🙏🙏*