અમદાવાદ (સાણંદ) સમગ્ર વિશ્વમાં ૧ થી ૭ ઓગષ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.જેનો મુખ્ય ઉદ્દેશ છે કે મહિલાઓમાં એ વિષય પર જાગ્રુતિ આવે અને બાળક્નો યોગ્ય માનસિક અને શારિરીક વિકાસ થાય. જેના ભાગરૂપે જેના ભાગરુપે આજ રોજ સપ્તાહના છેલ્લા દિવસે સાણંદ તાલુકા ઘટકના સીડીપીઓ શ્રીમતિ હિરલબેન રાવલ , મુખ્ય સેવિકા બહેન દક્ષાબેન રાણા દ્વારા વનાળિયા, ઉપડદડ તથા ગોવિંદા ગામમાં ૩૦ ઘરોનો રુબરુ સંપર્ક કરીને સગર્ભા અને ધાત્રી માતાઓના ઘરે જઇને વ્રુક્ષારોપણ કર્યું હતું. શ્રીમતી કૈલાસબેન રણછોડભાઇ પટેલના ઘરે જઇને તાજેતરમાં જ જન્મેલી દીકરી કાજલના નામ પરથી તેમનાં આંગણામાં આંબાનું વૃક્ષ વાવવામાં આવ્યું હતું.તથા ઉપડદડ ગામે ભાવેશના નામ પરથી સરગવાનું વૃક્ષ ઉગાડવામાં આવ્યુ હતું.
આ ઉપરાંત ત્રણેય ગામમાં ટીમ દ્વારા આંબા, દાડમ, ચીકુ, સરગવો વગેરે વિવિધ ફળોના વૃક્ષો વાવવામાં આવ્યા હતાં. અને તે વૃક્ષનું નામ આ સપ્તાહમાં જન્મેલા બાળકનું જે નામ છે તે જ નામ આપવામાં આવ્યું. બહેનોએ માતા પિતા અને પરિવારને આ વૃક્ષોનો યોગ્ય ઉછેર પોતાના બાળકની જેમ જ કરવાનું સમજાવ્યું હતું અને આપણા જીવનમાં વૃક્ષોનું શું મહત્વ રહેલુ છે તે વિશે માહિતી આપી હતી.