*ગુજરાત નવી કેન્દ્રીય શિક્ષણ નીતિનો અમલ કરનારું પ્રથમ રાજ્ય બનશેઃ રૂપાણી*

કેન્દ્ર સરકારે ઘડેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020નો અમલ કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત હશે. શિક્ષક દિન પ્રસંગે રાજ્યના 44 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરતી વેળાએ રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ આ માટે રોડમેપ બનાવવા ટાસ્કફોર્સની રચના કરશે.