એ.સી.બી. સફળ ટ્રેપ
ફરીયાદી : એક જાગૃત નાગરિક
આરોપી : (૧) નિતીનકુમાર રામસીંગ ગૌતમ, અધિક્ષક,સી.જી.એસ.ટી.વડોદરા-૨, વર્ગ-૨
(૨)શિવરાજ સત્યનારાયણ મીણા,ઈન્સ્પેકટર, સી.જી.એસ.ટી.વડોદરા-૨, વર્ગ-૩
ગુનાની તારીખ :૦7/૦૭/૨૦૨૧
ગુનાની જગ્યા : સી.જી.એસ.ટી. કચેરી વડોદરા-૨
લાંચની માંગણીની રકમ : રૂ.૨,૫૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૨,૫૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂ.૨,૫૦,૦૦૦/-
ટૂંક વિગત :
આ કામના ફરીયાદી હાલોલ તાલુકાના બાસ્કા ગામે જય કુબેર ફ્લોર એન્ડ ફુડ પ્રોડક્ટ્સ પ્રા.લી. ધરાવી તેમાં પાણી, સોફ્ટ ડ્રીંક્સ અને નમકીનના ઉત્પાદન અને વેચાણનો ધંધો કરતા હોય આરોપી નં.(૧) તથા સી.જી.એસ.ટી.ના બીજા કર્મચારીઓએ તા.૧૫.૦૬.૨૦૨૧ના રોજ ફરીયાદીની ફેકટરીમાં સર્ચ અને પંચનામુ કરી ફરીયાદીને તા.૨૨.૦૬.૨૦૨૧ના રોજ વડોદરા કચેરીએ હાજર રહેવા સમન્સ આપી આક્ષેપિત નં.(૧) નાએ ફરીયાદીને રૂપિયા આપશો તો વાત બનશે તેમ કહી કંપનીને સીલ નહી મારવાના કામે રૂપિયા દસ લાખની માંગણી કરી જે તે સમયે રૂપિયા પચાસ હજાર લઈ લીધેલ અને બાકી રહેલ રૂપિયાની અવાર-નવાર માંગણી કરતા ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ આપેલ ફરીયાદ આધારે આજરોજ વડોદરા મુકામે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત નં.(૧) નાઓએ ફરીયાદી સાથે વાતચીત કરી આક્ષેપિત નં.(૨)ને લાંચના નાણાં આપી દેવા જણાવતાં ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત નં.(૨)નાએ ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૨,૫૦,૦૦૦/- સ્વીકારી ઝડપાઈ જઈ બન્ને આક્ષેપિતોએ એકબીજાનાં મેળાપીપળામાં રહી ગુનો આચરેલ હોય તેઓ બન્ને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
ટ્રેપીંગ અધિકારી :
શ્રી જે.એમ.ડામોર પી.આઇ. પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે.ગોધરા
શ્રી આર.આર.દેસાઈ. પી.આઇ. પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે.ગોધરા (મદદમાં) તથા ટીમ
સુપરવિઝન અધિકારી :
શ્રી એસ.એસ.ગઢવી મદદનિશ નિયામકશ્રી એ.સી.બી.વડોદરા એકમ, વડોદરા.