*એડવોકેટના રિમાન્ડ પૂરા થતા જેલમાં ઈન્કમટેકસનો કેસ સોલ્વ કરવાના બહાને લાંચ લીધી હતી*

વિગત એવી છે કે, એમ.જીરોડ પર મકાન ખરીદનાર મહિલાને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ આવતાં તેમને એડવોકેટ મુકુંદ શાહનો સંપર્ક કર્યો હતો.આ નોટિસની પતાવટ માટે ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના નામે છ લાખની લાંચ લેતા એડવોકેટ મુકુંદ શાહ એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ કેસની વધુ તપાસ માટે એસીબી દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જે રિમાન્ડ આજે પૂરા થતાં એસીબીએ એડવોકેટ મુકુંદ શાહને અદાલતમાં રજુ કર્યો હતો. એસીબીએ વધુ રિમાન્ડની માંગણી નહી કરતાં એડવોકેટની મુકુંદ શાહને જેલમાં મોકલી આપવા અદાલતે હુકમ કર્યો છે.