રાજપીપળામાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાભેર હોળી પર્વ ઉજવાયું ઠેરઠેર હોળી પ્રગટી

રાજપીપળામાં મોડી રાત્રે મોતીબાગ, નવાધાબા ફળિયામાં ફળિયામાં આદિવાસીની સૌથી મોટી હોળી પ્રગટી.
સાંજે હોળી પ્રગટાવી ઢોલ નગારા, શરણાઈ વાજિંત્રો વગાડે હોળીના ગીતો ગાયને નાચગાન કરી આદિવાસીઓએ એકતા દિન મનાવ્યો.
આખી રાત આદિવાસી ઢોલ, નગારા, શરણાઇ અને વાંજીત્રો સાથે નાચગાન કરી હોળીના ગીતો ગાય આદિવાસી સંસ્કૃતિને જીવંત કરશે.
રુંઢ ગામે એક જ સામુહિક હોળી પ્રગટાવી પર્યાવરણ બચાવવાનો અને ભાઈચારા એકતાનો સંદેશ પાઠવ્યો

રાજપીપળા સહિત નર્મદા માં ભારે ઉલ્લાસ અને શ્રદ્ધાભેર હોળી પર્વ ઉજવાયું હતું. રાજપીપળામાં ઠેરઠેર હોળી પ્રગટી હતી. નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં આજથી પાંચ દિવસ સુધી હોળી પર્વ રંગેચંગે પ્રારંભ થયો હતો. સાંજે હોળી પ્રગટાવી ઢોલ, નગારા, શરણાઇ વાજિંત્રો વગાડી હોળીના ગીતો ગાયને નાચગાન કર્તા આદિવાસીઓએ ભાઈચારાની ભાવના સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કર્યું હતું. હોળી પર્વ આદિવાસીઓ પર પ્રાંતમાંથી માદરે વતન પાછા ફર્યા હતા અને હોડી ધૂળેટી ની ધૂમ ખરીદી કરી હતી. હોળી ધુળેટી પછી પાંચ દિવસ સુધી આદિવાસીઓમાં લોકપ્રિય ગણાતું ઘેરૈયા આદિવાસી નૃત્યની રમઝટ બોલાવશે.
રાજપીપળામાં ભારે શ્રદ્ધાપૂર્વક હોળી પર્વ મનાવાઈ હતી. મહિલાઓ હોલિકાનું પૂજન કરી પ્રદક્ષિણા કરી શ્રીફળ ભૂમિ પૂજન હતું. ગામડાઓમાં મોટીસંખ્યામાં આદિવાસીઓ ઢોલ, નગારા, શરણાઇ, વગાડી નાચગાન કરી હોળી ગીતો ગાયા હતા. જ્યારે નાંદોદ તાલુકાના રુંઢ ગામે એક મહિનાથી ઘરે ઘરેથી લાકડાનો ઉઘરાવી હોળીના દિવસે ગામ આખાએ ભેગા થઈને ગામમાં એક જ સમૂહ હોળી પ્રગટાવી પર્યાવરણ બચાવવાનો અને ભાઈચારાનો એકતાનો સંદેશો પાઠવ્યો હતો .
રાજપીપળા ખાતે આદિવાસી સમાજ સૌથી અલગ અને સૌથી મોટી હોળી પ્રગટાવી આદિવાસીઓ એકતા દિન મનાવ્યો હતો . રાજપીપળામાં આદિવાસી સમાજ મોટી સંખ્યામાં હોવાથી આદિવાસીઓ પોતાની હોડી અલગ રીતે ઉજવે છે, રાજપીપળામાં આદિવાસીઓ રાજપીપળામાં સમગ્ર નગરમાં તમામ હોળી સળગ્યા પછી રાત્રે 12 વાગ્યે મોડી રાત્રે મોતીબાગ ફળિયામાં આદિવાસીઓની સૌથી મોટી હોળી પ્રગટાવી આદિવાસીઓએ એકતા દિન મનાવશે. તો નગરપાલિકાના કોર્પોરેટર મહેશ વસાવાએ જણાવ્યું હતું કે આ દિવસે અમે તમામ વેરઝેર ભૂલીને એકબીજાની સાથે હળી-મળીને હોળી પર્વ મનાવી હતી . રાજપીપળામાં બધી જગ્યાએ હોળિ સળગ્યા પછી ગામમાં બધા આદિવાસી ઓ એક જ જગ્યાએ સાથે મળીને સમૂહમાં હોળી રમી શકે તે માટે ગામમાં સૌથી છેલ્લી મોડી રાત્રે 12 વાગ્યે હોળી પ્રગટાવી હોળીના ગીતો ગાઈને નાચગાન કર્યું હતું.