આજે બેંકોના નેશનલાઈઝેશનને 51 વર્ષ પુરા, ડિફોલ્ટરો પાસેથી 1.47 લાખ કરોડ વસૂલવાના બાકી
માત્ર 33 ખાતેદારોનાજ. 32737 કરોડની વસૂલાત બાકી
એક તરફ બેંકોને મજબૂત બનાવવાની વાતો થઇ રહી છે પરંતુ સરકાર તથા આરબીઆઇ ડિફોલ્ટરો સામે કોઈ જ પગલા લેતા નથી
દેશની બેન્કોનુ નેશનલાઈઝેશન થયા ને 51 વર્ષ થઇ રહ્યા છે તેમ છતાં બેન્કો મજબૂત થવાને બદલે બેંકો પાસેથી કરોડોની લોન લઇને કેટલાક ડિફોલ્ટરો મજબૂત બની રહ્યા છે. બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનારા ડિફોલ્ટરો સામે સરકાર કે આરબીઆઇ પણ હથિયાર હેઠા મૂકી દેતા હોય તેવો ઘાટ થઈ રહ્યો છે. ડિફોલ્ટરો સામે પગલા લેવાની વાત તો દૂર પરંતુ તેમના નામ પણ જાહેર કરતા સરકાર ખચકાટ અનુભવતી હોવાનું મહાગુજરાત બેંક કર્મચારી સંગઠનો આક્ષેપ છે. બેંકોના નેશનલાઈઝેશને 51 વર્ષ પૂરા થઇ રહ્યા છે ત્યારે બેંકોના ડિફોલ્ટરો પાસેથી વસુલવાની રકમ 147350 કરોડ છે. જેમાં માત્ર 33 ડિફોલ્ટરો નાજ 32737 કરોડની વસૂલાત બાકી છે.
બેંક કર્મચારી સંગઠન દ્વારા બેન્કોને મજબૂત બનાવવા માટે સૌપ્રથમ ડિફોલ્ટરો પાસેથી કડક ઉઘરાણી કરવાનો અને ડિફોલ્ટરો સામે ફોજદારી પગલાં લેવાની માગણી થઈ રહી છે. જોકે મોટા ડિફોલ્ટરોને જે કરોડો રૂપિયાની લોન આપવામાં આવી છે તેમાં ચોક્કસ મોટા માથાઓની સંડોવણી હોવાને કારણે જ આ પગલા નહીં લેવાતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.
મહાગુજરાત બેંક કર્મચારી સંગઠનના જનક રાવલે જણાવ્યું હતું કે બેન્કોને મજબૂત બનાવવા માટે ૧૯ મી જુલાઇ 1669ના રોજ તત્કાલીન સરકારે બેન્કોનુ નેશનલાઈઝેશન કરી દીધું હતું. જોકે બેંકો મજબૂત બનવાને બદલે કૌભાંડીઓ મજબૂત બની રહ્યા છે. કર્મચારી સંગઠનો આક્ષેપ છે કે સામાન્ય લોન ધારક જો એકાદ હપ્તો ભરવામાં ચૂક કરે તો તેની સામે બેંકો ભરત કડક પગલા લેવાની વાતો શરૂ કરી દે છે માલીયા મોદી અને ચોકસી જેવા કૌભાંડીઓ બેંકો પાસેથી હજારો કરોડની લોન લઈને વિદેશ ભાગી ગયા છે. આવા કૌભાંડીઓ સામે આરબીઆઇ અને સરકારે ચોક્કસ લાલ આંખ કરવી જ જોઈએ.
વધુમાં સંગઠનની એવી માગણી છે કે બેન્કો દ્વારા ડિફોલ્ટરો ની યાદી જાહેર કરવામાં પણ આવતી નથી. જો આ યાદી લોકોમાં જાહેર કરવામાં આવે તો લોકો પણ આ કૌભાંડીઓને ઓળખતા થાય અને તેનો ચોક્કસ પરિણામ આવી શકે. સાથે સાથે બેન્કોએ આવા ડિફોલ્ટરો સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરી તેમની પાસેથી લોનની વસુલાત કરવા માટે તેમની મિલકતો કબજે લઇ તેની હરાજી કરવી જોઈએ.
ડિફોલ્ટરો સામે કડક પગલા લેવાની માંગણી ઉપરાંત બેંક કર્મચારી સંગઠન દ્વારા જો બેન્કોનો વિકાસ કરવો હોય અને તેમને મજબૂત બનાવવી હોય તો તેનું ખાનગીકરણ અને વિલીનીકરણ અટકાવવા માટે પણ ઉગ્ર માગણી કરવામાં આવી છે. સાથે સાથે બેંકો પાસે પુરતું ભંડોળ રહે તે માટે પણ રજૂઆત કરવામાં આવી છે બેંકોની શાખાઓ બંધ કરવાને બદલે વધારવા માટે અને બેંકમાં રહેલી ડિપોઝીટ વ્યાજદર પણ વધારવા માટે કર્મચારી સંગઠન દ્વારા રજૂઆતો કરવામાં આવી છે.
top ten ડિફોલ્ટરો
ગીતાંજલી જેમ્સ લિમિટેડ. 4644 કરોડ
એબીજી શિપયાર્ડ લિમિટેડ 1875 કરોડ
આર.ઈ.આઈ એગ્રો લિમિટેડ 1745 કરોડ
રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 1618 કરોડ
ગીની ઇન્ડિયા લિમિટેડ 1447 કરોડ
વિન્ડસમ ડાયમંડ એન્ડ જ્વેલરી લિમિટેડ 1390 કરોડ
કુડોઝ કેમી લિમિટેડ 1301 કરોડ
નક્ષત્ર બ્રાન્ડ્સ લિમિટેડ 1109 કરોડ
કોસ્ટલ પ્રોજેક્ટ લિમિટેડ 984 કરોડ
વિન્ડસમ ડાયમંડ એન્ડ જ્વેલરી લિમિટેડ 897 કરોડ