અમદાવાદના મેમ્કો શકિતનગર પાસે અસહ્ય દુર્ગંધ મારતા કચરા અને ગંદકી ને લઈ ને સ્થાનિક શકિતનગરની શેરીના નાગરિકો બન્યા ત્રાહિમામ
અમદાવાદ ના મેમ્કો શકિતનગર પાસે અસહ્ય દુર્ગંધ મારતા કચરા અને ગંદકી ને લઈ ને સ્થાનિક શકિતનગર ની શેરી લાઈન નંબર ૧ થી ૧૦ ના નાગરિકો ત્રસ્ત બન્યા જ્યારે આ જ શકિતનગર પાસે રેલવેના પાટા અને દિવાલ આવેલી હોવાથી કચરો AMC અને રેલવેની બન્ને હદમાં પસરતા હોવાથી બન્ને વિભાગની વચ્ચે સંકલન ના અભાવે સ્થાનિકોની આ સમસ્યાઓને કોઈ નિકાલ નથી આવી રહ્યો. સથાનિકો આ અંગે રજુઆતો અવારનવાર કરી ચુકયા હોવા છતા તંત્રના અધિકારીઓ બન્ને વિભાગના એકબીજા પર ઢોળી હાથ અધ્ધર કરી રહ્યા છે તેનો ભોગ સ્થાનિક નાગરિકો ને બનવું પડી રહ્યુ છે તેમના વિસ્તાર મા ઘેર ઘેર માંદગીના ખાટલાઓમા લેોકો સારવાર લઈ રહ્યા હોવા ઉપરાંત ખાનગી અને સરકારી દવાખાનાઓમા સંખ્યાબંધ નાગરિકો સારવાર માટે દાખલ છે પરંતુ તંત્ર તેમની સામે નજર સુધ્ધા કરતું નથી. સ્થાનિકો ઓને આશંકા છે કે જો આ કચરા અને ગંદકી નો તાકીદે નિકાલ કરવામાં નહિ આવે તો રોગચાળામાં આખો વિસ્તાર સપડાય જશે અને નાગરિકો હાલાકીમાં મુકાશે તે અલગ. જેથી તાત્કાલિક આ કચરાનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે
https://youtu.be/U5xpWqwFkQE