નર્મદા એસઓજી તથા સાગબારા પોલીસનું ઓપરેશન લીલા ગાંજાના છોડ નંગ-૨૩૨ વજન ૧૬પકિલોઅને ૪૦૦મામ કિંમત.રૂ.૧૬,૬૫,૦૦૦/-ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો.

રાજપીપળા,તા26

સાગબારા તાલુકાના દેવસાકી ગામનો આરોપી લીલા ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરતા ઝડપાયો છે.જેમા લીલા
ગાંજાના છોડ નંગ-૨૩૨ વજન ૧૬૫કિલોઅને ૪૦૦ ગ્રામ કિંમત.રૂ.૧૬,૬૫,૦૦૦/-ના મુદામાલ સાથેઆરોપીને ઝડપી નર્મદા એસઓજી તથા સાગબારા પોલીસે ઓપરેશન પાર પાડયુ હતુ.
પોલીસ મહાનીર્દેશક ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા નાર્કોટીક્સના કેસો શોધી કાઢવા ખાસ ડ્રાઇવનુંઆયોજન કરેલ હોય જે અનુસંધાને પોલીસ મહાનીરીક્ષક હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક
હિમકરસિંહ નર્મદાની સુચના અને માર્ગદર્શન આધારે કે.ડી.જાટ પોલીસ સબ ઇન્સપેક્ટ સાગબારા પોલીસ
સ્ટેશન તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો તથા સાગબારા પોલીસ મથકના માણસોએ બાતમીને આધારેલાલસીંગભાઇ સેગજીભાઇ વસાવા (રહે, દેવસાકી ગામ પટેલ ફળીયા સાગબારા) ને પોતાના કબજા ભોગવટાની
ઘરની પાછળના ભાગે આવેલ જમીનમાં વેચાણ અર્થે વાવેતર કરેલ વનસ્પતીજન્ય લીલા ગાંજાના છોડ નંગ-૨૩૨
કુલ વજન ૧૬પકિલો ૪૦૦ ગ્રામ કિ.રૂ.૧૬,૬૫,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી સાગબારા પોલીસ
સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

તસવીર- જ્યોતિ જગતાપ,રાજપીપળો