*ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 3 શંકાસ્પદ કેસ*

અમદાવાદમાં કોરોના વાયરસના બીજા બે શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જાપાનથી આવેલી એક મહિલા અને એક પુરુષને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતાં તેમને એસવીપી હોસ્પિટલમાં આઈશોલેશન વોર્ડમાં ખસેડાયા છે. તેઓ જાપાનના પ્રવાસે હતા અને ત્યાંથી પરત ફર્યા ત્યારે કોરોનાના લક્ષણો જણાયા હતા. મહિલા મૂળ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારની રહીશ છે.સિંગાપોરથી આવેલી મહિલામાં કોરોના લક્ષણો જણાતા દોડધામ