“સફળ થનાર પોતાના જીવનમાં રસ્તો શોધી કાઢે છે. નો મળે તો નવો બનાવી લે છે ” ગોરાંગભાઈ પારેખ.
લેખક નો પરિચય
“સફળ થનાર પોતાના જીવનમાં રસ્તો શોધી કાઢે છે.
નો મળે તો નવો બનાવી લે છે ”
આ સૂત્ર જેણે પોતાના જીવનમાં અમલ કર્યું એવા હ્યુમન અને લાઇફ કોચ ગૌરાંગ પારેખ.
ગૌરાંગ પારેખનો જન્મ સુરત જીલ્લાના મહુવા તાલુકાના કરચેલિયા ગામમાં થયો હતો. હાલ તેઓ વલસાડમાં પોતાના પરિવાર સાથે રહે છે.
એમને નાનપણથી નવું-નવું જાણવાનું, શીખવાનું તથા જીવનમાં કંઇક કરવાની તીવ્ર ઇચ્છા હતી.
એમણે પોતાનું ગ્રેજ્યુએશન બારડોલી કોલેજમાંથી પુરુ કર્યું તથા એમણે માઇન્ડ પાવરની ટ્રેનિગ એમના ગુરુ ડૉ. જીતેન્દ્ર અઢીયા પાસેથી લીધી તથા એનએલપીની ટ્રેનિંગ પવનકુમાર સિંઘ પાસેથી લીધી. ડૉ. જિતેન્દ્ર અઢિયા દ્વારા મેં 2018 માં મુંબઈની અંદર યોજાયેલ ટ્રેનર્સ ટ્રેનિંગ પ્રોગ્રામમાં પણ ભાગ લીધો હતો.
એમના સેમિનાર અને વર્કશોપ અલગ-અલગ ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થા, શાળા કોલેજની અંદર અવારનવાર યોજાતા આવ્યા છે. જેમાં મુખ્યત્વે નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટ, મોડાસા, હિલીંગ ટચ નડીયાદ, એમએસડીસી બિડ (મહારાષ્ટ્ર), પાસપોર્ટ એકેડમી બીડ, પોલીસ ડિપાર્ટમેન્ટ ઓફ મહારાષ્ટ્ર, બિડ, જૈન બાર સંઘ, મુંબઈ, સ્વામિનારાયણ સ્કુલ, વલસાડ, ડિવાઇન સ્કુલ નવસારી, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ – બારડોલી, બ્રહ્મકુમાર સેન્ટર
સેલ્વાસ, બ્રહ્મકુમારી સેન્ટર – કિલ્લા પારડી વગેરે.
હાલમાં તેઓ Shainy Sole હેઠળમાં મેમરી, માઇન્ડ પાવર, પબ્લીક સ્પીકીંગ તથા એનએલપી જેવા વિષયો ઉપર સેમિનાર અને વર્કશોપ કરાવે છે.
–
કોન્ટેક – ગોરાંગભાઈ પારેખ .