નાંદોદ તાલુકાના ખાખરીપરા (ટીબી) ગામે પરિણીતાએ માનસિક શારીરીક ત્રાસથી કંટાળી જઈ આત્મહત્યા કરી.
રાજપીપલા, તા.20
નાંદોદ તાલુકાના ખાખરીપરા (ટીબી) ગામે પરિણીતાએ માનસિક શારીરીક ત્રાસથી કંટાળી જઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે આમલેથા પોલીસ મથકમાં ફરીયાદી રસીકભાઈ કલમભાઈ વસાવા( રહે. ખાખરીપર (ટીમ્બી), તા.નાંદોદ, જી.નર્મદા)એ આરોપી
અશ્વિનભાઈ ચુનીલાલભાઈ વસાવા (રહે.કુમસગામ, તા.નાંદોદ, જી.નર્મદા)સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત અનુસાર આરોપી અશ્વિનભાઈ
તથા મરનાર નીતાબેન વા/ઓ અશ્વિનભાઈ ચુનીલાલ વસાવા (ઉવ.૨૪ રહે. કુમસગામ, તા.નાંદોદ, જીલ્લો-નર્મદા) બંન્ને પતિ-પત્ની થાય છે. આ કામના આરોપીઅશ્વિનભાઈને
અંકિતાબેન (રહે.તરોપા)ની સાથે પ્રેમ સંબંધ હોય અને તેને પત્ની તરીકે રાખવા માંગતો હોય. અને મરનાર નીતાબેન આરોપીને બીજી પત્ની રાખવા દેતી ન હોય જેના કારણે આરોપી મરનારબેનને અવાર નવાર ઝગડો તકરાર કરી માર મારી શારીરીક માનસિક ત્રાસ
આપતો હોય. અને ગઈ તા.૧૪/૦૭/21ના રોજ પણ મરણ જનારની સાથે ઝગડો તકરાર કરી માર મારેલ. નીતાબેન ને તેના પિયરમાં તેના પિતાજીના ઘરે બાળકો સાથે
મુકીને જતા રહેતા નીતાબેને આરોપીના કાયમી માનસિક શારીરીક ત્રાસથી કંટાળી જઈ ગઈ તા.૧૪/૦૭/૨૦૨૧ ના રોજ પોતે પોતાની જાતે જંતુનાશક ઝેરી દવા પી લઈ આપઘાત કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા