*આધાર વગર પેટ્રોલ-ડીઝલ નહીં આપવા આણંદના 10 પેટ્રોલપંપ માલિકોને નોટીસ*

ખંભાતમાં થયેલા કોમી રમખાણમાં પેટ્રોલ બોમ્બ બનાવતા હોવાનું આણંદ જીલ્લા પોલીસને સીસી ટીવી ફુટેજમાં ખુલવા પામ્યું હતું. ત્યારે આણંદ જીલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવતા પોલીસમથકોને સૂચના આપી હતી જે અંતર્ગત આણંદ શહેરમાં દસ જેટલા પેટ્રોલપંપ ઉપર આધાર પુરાવા વગર બેરલ કે કેરબાઓમાં પેટ્રોલ નહીં આપવાની સૂચના સાથે નોટીસ લગાવવામાં આવી હતી. જેનું પાલન કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ચીમકી પણ ઉચ્ચારવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.