1000 બીએસવીઆઈ-કમ્પ્લાયન્ટ ભારત બેન્ઝ એચડીટીની જાહેરાત
લોકડાઉન હોવા છતાં પણ 1500થી વધુ બીએસવીઆઈ-કમ્પ્લાયન્ટ વાહનોનું ઉત્પાદન
સુધારેલા ઉચ્ચ વેચાણ ધરાવતા મોડલ 4228 માટે ઉત્પાદનની શરૂઆત
શ્રી રાજારાજન કૃષ્નમૂર્તિએ જણાવ્યું હતું કે, “જાન્યુઆરીમાં બીએસવીઆઈ-કમ્પ્લાયન્ટ ટ્રક્સ અને બસના અમારા નવા ભારતબેન્ઝની શરૂઆત બાદ, અમે ઉદ્યોગજગતમાં સતત આગેકૂચ કરી રહ્યાં છીએ. અમે 1000મી બીએસવીઆઈ કમ્પ્લાયન્ટ હેવી ડ્યુટી ટ્રકના ઉત્પાદનની ઉજવણી કરી રહ્યાં છે તે ફરીથી એ વાતનો પૂરાવો આપે છે.”
ચેન્નાઈ- ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સ (ડીઆઇસીવી) એ આજે તેના 1000મા બીએસવીઆઈ હેવી ડ્યુટી ટ્રકના ઉત્પાદનની જાહેરાત કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓમાં રહેલા લોકડાઉન વચ્ચે પણ કંપનીએ ઉત્પાદીત કરેલી 1500થી વધુ બીએસવીઆઈ કમ્પ્લાયન્ટ વાહનોમાંથી આ એક છે.
ડેમલર ઈન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સના માર્કેટિંગ અને સેલ્સ અને કસ્ટમર સર્વિસના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી રાજારાજન કૃષ્નમૂર્તિએ જણાવ્યું હતું કે, “જાન્યુઆરીમાં બીએસવીઆઈ-કમ્પ્લાયન્ટ ટ્રક્સ અને બસના અમારા નવા ભારતબેન્ઝની શરૂઆત બાદ, અમે ઉદ્યોગજગતમાં સતત આગેકૂચ કરી રહ્યાં છીએ. અમે 1000મી બીએસવીઆઈ કમ્પ્લાયન્ટ હેવી ડ્યુટી ટ્રકના ઉત્પાદનની ઉજવણી કરી રહ્યાં છે તે ફરીથી એ વાતનો પૂરાવો આપે છે.”
આ ટ્રક 3523આર મોડલ હતી, જેણે ઉત્સુક ગ્રાહકો સમક્ષ પ્રસ્તુત થતા પહેલા ભારત બેન્ઝના ઝડપથી વિસ્તરતા ડીલરશિપના ભારતીય નેટવર્કમાં 235+ ટચપોઈન્ટ્સનો માર્ગ મોકળો કર્યો હતો.
Daimler India Commercial Vehicles, Corporate Communications
ડીઆઈસીવીએ તેના નવીન 4228આર મોડલ કે જે પરંપરાગત રીતે કંપનીના ઉચ્ચ વેચાણોમાં સ્થાન ધરાવે છે તેના માટે એસઓપી સાથેના ઉત્પાદનના વધુ એક સીમાચિહ્નની ઉજવણી કરી હતી.
ઓટોમોટિવ ઉદ્યોગમાં ઘણાં ઉત્પાદકો માટે તાજેતરમાં ઉત્પાદન પડકારજનક બન્યું હોવા છતાં સીઆઈસીવીએ કોવિડ-19ની મહામારીના લીધે ઉભી થયેલી ઉથલપાથલમાં પણ પોતાનું પ્રદર્શન મજબૂતાઈથી જાણવી રાખ્યું હતું. આ સફળતાનો શ્રેય બીએસવીઆઈ કમ્પોનન્ટ્સ માટેના 80%+ લોકલાઈઝેશન રેટમાંથી મળી રહ્યો છે ત્યારે ડીઆઈસીવીના એમડી અને સીઈઓ સત્યકામ આર્યએ તેનો શ્રેય હિસ્સેદારો પરત્વે દર્શાવવામાં આવેલી સર્વાંગી સંભાળ માટે કારોબારની સાતત્યતાને આપ્યો હતો.
“ડીઆઈસીવીના મુખ્ય મૂલ્યો પૈકી એક ‘આપણે સાથે પ્રગતિ કરીએ’ તે સૂત્રમાં રહેલી છે. અમે અમારા હિસ્સેદારોને મૂશ્કેલીના સમયમાં પણ સાથે આપ્યો છે અને સારા સમયમાં અમે તેમની સાથે ઉજવણી કરીએ છીએ. આજે, અમે આજે તેમની સાથે નવા ઉત્પાદનની સીમાચિહ્નની ઉજવણી કરીએ છીએ અને તેમનો આભાર પણ માનીએ છીએ.”, તેમ સત્યકામ આર્યએ જણાવ્યું હતું.
કંપની તેના ગ્રાહકો, પુરવઠાકારો, ડીલરો અને કર્મચારીઓને સતત સહકાર પૂરો પાડે છે અને તમામ હિસ્સેદારો આ કટોકટીમાંથી વધુ મજબૂતાઈથી બહાર આવે તે સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે. ભારતબેન્ઝના ગ્રાહકો માટે, ડીઆઈસીવીએ વોરન્ટીની સમયમર્યાદા લંબાવવા સાથે સાથે વાહનની વિનામૂલ્યે ચકાસણી અને સેનિટાઈઝેશનની સુવિધા આપી છે. ડીઆઈસીવીએ ફસાયેલા ડ્રાઈવરોને સલામત પાર્કિંગ, પાણી, ઈંધણ, સ્નાન અને છત જેવી પાયાગત જરૂરીયાતો પૂરી પાડવા માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) સાથે જોડાણ પણ કર્યું છે.
ડીલર્સ, પુરવઠાકાર અને કર્મચારીઓ માટે ડીઆઈસીવીએ વધારામાં સઘન શિક્ષણ અને સંદેશાવ્યવહાર અભિયાન હાથ ધર્યું છે. તમામ મોટા હિસ્સેદાર જૂથોને અનુકૂળ આરોગ્ય અને સલામતી પુસ્તિકા, સૂચનાત્મક વીડિયોઝ અને વેબ-આધારીત તાલીમો આપી છે. બહોળી પહોંચ ધરાવતું આ અભિયાન કંપનીના ભાગીદારોને વર્તમાન કટોકટીમાં પ્રગતિ સાધવા માટે જરૂરી સાધનો પ્રદાન કરે છે. જેમાં આરોગ્ય માર્ગદર્શિકા અને સમગ્રલક્ષી કલ્યાણ સંમેલનોથી લઈને બજારના વલણો અને ઉદ્યોગજગતની ગતિવિધી પર નિષ્ણાતોના સંવાદનો સમાવેશ થાય છે. કંપની પ્રજા અને કારોબાર બંનેનું ધ્યાન રાખી રહી છે.
ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ વિશે
ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સ (ડીઆઇસીવી) એ ડેમલર એજી, જર્મનીની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની છે, જે ભારતીય માર્કેટમાં ફૂલ-ફ્લેજ્ડ કૉમર્શિયલ વ્હિકલ પ્લેયર છે તથા તે સમગ્ર વિશ્વમાં એકમાત્ર ડેમલર કંપની છે, જે તેના હોમ માર્કેટને સમર્પિત હોય તેવી બ્રાન્ડ ‘ભારતબેન્ઝ’ ધરાવે છે. ડીઆઇસીવી ભારતમાં 9થી 49 ટનની ટ્રક તેમજ ભારત-બેન્ઝ બસિસ, મર્સીડીઝ-બેન્ઝ કૉચ અને બસની ચેસિસનું ઉત્પાદન અને વેચાણ કરે છે. ચેન્નઈ નજીક ઓરાગદમ સ્થિત ડીઆઇસીવીનો અત્યાધુનિક પ્લાન્ટ 400 એકર (160 હેક્ટર)માં ફેલાયેલો છે, અહીં ડીઆઇસીવીનું વડુંમથક અને આર એન્ડ ડી ઓપરેશન્સ પણ આવેલ છે તથા તે અત્યાધુનિક કક્ષાનો ટેસ્ટ ટ્રેક પણ ધરાવે છે. તે ડેમલરની ફ્યુસો, મર્સીડીઝ-બેન્ઝ અને ફ્રેઇટલાઇનર જેવી બ્રાન્ડ્સ માટે પણ ઉત્પાદન કરે છે. ઉત્પાદનો અને તેના પાર્ટ્સની નિકાસ આફ્રિકા, એશિયા, લેટિન અમેરિકા અને મીડલ ઇસ્ટના 50થી વધુ માર્કેટમાં કરવામાં આવે છે. ડીઆઇસીવીએ અહીં એકંદરે રૂ. 5,500 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.
ભારત બેન્ઝ વિશે
ભારતબેન્ઝ ખાસ કરીને ભારતના માર્કેટ માટે રચવામાં આવેલ બ્રાન્ડ છે અને તે વૈશ્વિક પહોંચ ધરાવતાં વિશ્વના અગ્રણી સીવી ઉત્પાદનકર્તા ડેમલર એજી દ્વારા ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરી રહી છે. પહેલીવાર વર્ષ 2011માં અનાવરણ થયાં બાદ તેની હેવી-ડ્યુટી હોલેજ ટ્રક્સને રજૂ કરીને સપ્ટેમ્બર 2012માં આ બ્રાન્ડ લૉન્ચ કરવામાં આવી હતી. મીડિયમ ડ્યુટી હોલેજ ટ્રક્સ (2013), કન્સ્ટ્રક્શન અને માઇનિંગ ટ્રક્સ અને ટ્રેક્ટર્સ (2014) અને બસ (2015)ના લૉન્ચની સાથે જ, તેનો પોર્ટફોલિયો સતત વિકસતો રહ્યો છે. ભારત બેન્ઝનું ભારતવ્યાપી વેચાણ અને 180થી વધુ ટચપોઇન્ટ્સનું તેનું સર્વિસ નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે. માર્કેટ લૉન્ચના છ વર્ષની અંદર 80,000થી વધુ વાહનો ગ્રાહકોને હસ્તાંતરિત કરી દેવામાં આવ્યાં છે, જે વિશ્વના સૌથી મજબૂત વ્યાવસાયિક વાહનોના માર્કેટમાં અભૂતપૂર્વ સિદ્ધિ છે.