*સુરતઃ રીંગરોડ વિસ્તારમાં આવેલી RKT નામની કાપડ માર્કેટમાં ચોરી*

RKT માર્કેટના મહાદેવ ટેક્ષમાં ચોરી થઈ હતી. ચોરી કરનાર યુવક દુકાનથી પરિચીત હોય તેને માલૂમ હોય કે દુકાનમાં ચાર લાખની રોકડ છે. જેથી આ જાણભેદુ તસ્કરે ચોરી કરી હોય તે દિશામાં પોલીસે તપાસ આદરી છે. મહાદેવ ટેક્ષના માલિક કપિલ તાવડેએ જણાવ્યું હતું કે,માર્કેટના સિક્યુરિટી ગાર્ડના જવાબ લેવાઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં આ ત્રીજી ચોરી થઈ છે. હાલ સીસીટીવીમાં દેખાતા યુવકની ઓળખ માટે અન્ય વેપારીઓ અને લોકોની મદદ લેવામાં આવી રહી છે.