*સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે ડુંગરમાં આગ લાગતા દોડધામ*

કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે ગેટ નં-2ની સામેના ડુંગર પર વીજળીના ટાવર નજીક આગ ફાટી નીકળી છે. જેથી ધૂમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા છે. સ્થાનિક કર્મચારીઓએ જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર દોડી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. વન વિભાગની ટીમ પણ સ્થળ ઉપર દોડી ગયું છે.