બ્રેકીંગ નર્મદા :
આજે નર્મદામાં વધુ કોરોના વિસ્ફોટ આજે કુલ-23 પોઝિટિવ કેસ નોંધાયા
જોકે લોકડાઉંનને લીધે
રાજપીપલા મા કેસો ઘટ્યા માત્ર 03કેસ
જિલ્લામા આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 2589 થઈ
આજે 1530ના ટેસ્ટ કરાયા
ગઈકાલ ના 944ના રિઝલ્ટ પેન્ડિંગ
રાજપીપલાતા 16
નર્મદામા જિલ્લામાંકોરોના ના કેસો ઘટવાનું નામ નથી લેતા. જિલ્લા મા લોકડાઉંન અને રસીકરણ વેગ મા હોવા છતાંપણ કોરોના વિસ્ફોટ ઓછો થતો નથી. જે ચિંતાનો વિષય બન્યો છે.
આજે નર્મદામાં વધુ કોરોના વિસ્ફોટ આજે કુલ-23 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં
એક માત્ર લોકડાઉંનને લીધેરાજપીપલા મા કેસો ઘટ્યા હતા. આજે માત્ર 03કેસ નોંધાયા હતા. નાંદોદ તાલુકામાં 08,ગરુક્ષેશ્વર તાલુકામાં 04,ડેડીયાપાડા તાલુકામાં 04.અને સાગબારા તાલુકામાં માત્ર પાટ ગામે 04કેસ અને રાજપીપલા મા 04કેસ નોંધાયા છે.જોકે ગઈ કાલે 944ના ટેસ્ટ કરાયા હતા જે તમામ ના રિઝલ્ટ હજી આવ્યા નથી જે પેન્ડિંગ છે.
જિલ્લામા આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 2589 થઈહતી
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ 16 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 07 સહિત કુલ-23 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 1330,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 1192 અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં 67 દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 2589 નોંધાવા પામી છે.
રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 18 દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 1512દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 916 દરદીઓ સહિત કુલ-2428 દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા 42 દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 60 દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે 41 અને વડોદરા ખાતે 15 દરદીઓ સહિત કુલ-158 દરદીઓ સારવાર હેઠળ છે.
આજે RTPCR ટેસ્ટમાં 701 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 829 સહિત કુલ-1530 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-46884 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 29 દરદીઓ, તાવના 27 દરદીઓ, ઝાડાના 26 દરદીઓ સહિત કુલ-83 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 1001738 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 9046356 લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા