*પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજમાં કાપની તૈયારી?*

નવી દિલ્હીઃ આ વર્ષે પગારદાર વ્યક્તિઓને સરકાર મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનએ નાણાકીય વર્ષ 2020 માટે પ્રોવિડન્ટ ફંડ પીએફ પર વ્યાજના દરોમાં કાપ મૂકવા તૈયારી કરી રહ્યું છે. મૂડીરોકાણ પર રિટર્ન ઓછું રહેવાને કારણે આવું થવાની શક્યતા છે. નાણાકીય વર્ષ 2020 માટે પીએફ ડિપોઝિટ પર વ્યાજ દર 15 બેઝિસ પોઇન્ટ્સ ઘટાડીને 8.5 ટકા કરવા પર વિચાર કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2019માં વ્યાજદર 8.65 ટકા હતું. એક બેઝિસ પોઇન્ટ એટલે 0.1 ટકા થાય.