રાજપીપળા નગરપાલીકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા હંગામી કર્મચારીઓને હાલ થનાર ભરતીમા અન્યાય થવા બાબતે અને કાયમી કર્મચારી તરિકે નીમણુંક આપવા બાબતે નિવાસી કલેકટરને આવેદન આપ્યું

રાજપીપળા નગરપાલીકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા હંગામી કર્મચારીઓને હાલ થનાર ભરતીમા
અન્યાય થવા બાબતે અને કાયમી કર્મચારી તરિકે નીમણુંક આપવા બાબતે નિવાસી કલેકટરને આવેદન આપ્યું

નિરાકરણ દિન-૭ મા મનનું નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

રાજપીપળા,તા૧૮

રાજપીપળા નગરપાલીકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા હંગામી કર્મચારીઓને હાલ થનાર ભરતીમા
અન્યાય થવા બાબતે અને કાયમી કર્મચારી તરિકે નીમણુંક આપવા બાબતે નિવાસી કલેકટરને આવેદનપત્ર આપ્યુંછે.

જેમા જણાવ્યું છે કે અમો રાજપીપળા નગરપાલીકાના હંગામી કર્મચારીઓની કર્મચારીઓ વર્ષોથી ઓછા પગારે
કોઇપણ જાતના અન્ય ભથ્થાઓ લીધા વિનાકાયમી કર્મચારીઓની જેમ ફરજ બજાવીએ છીએ. હાલમાં રાજપીપળા
નગરપાલીકા તરફથી ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ તથા કમીશન, મ્યુનીપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન, ગાંધીનગર મારફતે રાજપીપળા નગરપાલીકા જીલ્લા કક્ષાના ફાયર વિભાગ માટે ૨૧ જેટલા કાયમી
કર્મચારીની ભરતી કરવા માટે જાહેરાત કરવામા આવેલ છે. જેમા અમો વર્ષોથી નોકરી કરતા કર્મચારીઓની સદર
ભરતીમાં કાયમી કર્મચારી તરીકે સરકારના નીતિ નિયમો અને ધારાધોરણ અનુસાર તેમજ સરકારના વખતો
વખતના પરીપત્રો ઠરાવોને ધ્યાને લઇ સમાવવા રજૂઆત કરી છે.
રાજપીપલા નગરપાલીકાના સ્થાનીક ફાયર ભરતી અંગેની પ્રકીયા બાબતે અમો પાલીકામાં ફાયરસ્ટેશન અમલમાં
આવેલ છે, ત્યારથી જ કર્મચારીઓ પોતાના જીવના જોખમે વગર વિમાએ તથા ઓછા પગારે ફાયરની કામગીરી કરેલ છે.રાજપીપળા નગરપાલીકા ફાયરના વાહનોમાં વર્ષોથી ફરજ બજાવે છે. અને હાલમાં પણ ચાલુ છે. જેને
બઢતી આપતા નથી જેમાં અનુસુચિત જનજાતીના આવેલા છે. કેટલાક કર્મચારી અનુસુચિત જાતીના તથા ઓબીસીમાં આવતા હોઇ જેની રોસ્ટર મંજુર કરી બઢતી ભરતીની કામગીરી કરવા જણાવી અનુભવોના આધારેછુટછાટનું ધોરણ અપનાવી ભરતી કરવારજૂઆત કરી છે. અમારા પ્રશ્નના નિરાકરણ દિન-૭ માં નહી આવે તો
નાટકરે અમારે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા