*જામિયા ફાયરિંગ સગીર હુમલાખોરને હથિયાર વેચનારની ધરપકડ*

નવી દિલ્હીઃ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં રવિવારે રાત્રે બે અજાણી વ્યક્તિઓએ ગેટ નંબહર પાંચ પાસે ખુલ્લામાં ગોળીબાર કર્યો હતો, એમ જામિયા કોર્ડિનેશન કમિટીએ કહ્યું હતું. કમિટીએ કહ્યું હતું કે આ હુમલાખોરો લાલ કલરની સ્કૂટી પર આવ્યા હતા. જોકે આ ગોળીબારમાં કોઈને ઇજા નહોતી થઈ. આ હુમલાખોરોમાંથી એકે લાલ કલરનું જેકેટ પહેર્યું હતું. આ યુનિવર્સિટીમાં ત્રણ દિવસમાં બીજી વાર ગોળીબાર થયો હતો. અગાઉ જામિયામાં એક યુવકે જામિયામાં ભીડમાં ગોળીબાર કર્યો હતો, જેમાં એક સ્ટુડન્ટ ઘાયલ થયો હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.