*લોકોમાં ફેલાયેલા ભ્રમને દૂર કરવા માટે તેલંગાણા સરકારના મંત્રીઓ સ્ટેજ પર ચિકન ખાતા જોવા મળ્યા*

હૈદરાબાદઃ ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 3000 જેટલા લોકોના મોત થયા છે. વિશ્વભરમાં એક લાખથી વધારે લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ભારત સરકાર પણ આ વાયરસને લઈને ખૂબ સચેત છે. પરંતુ તાજેતરમાં જ એક વાત ફેલાઈ હતી કે ચિકન અને ઈંડા ખાવાથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે, બાદમાં લોકોએ ચિકન અને ઈંડા ખાવાનું છોડી દીધું. લોકોમાં ફેલાયેલા આ ભ્રમને દૂર કરવા માટે તેલંગાણા સરકારના મંત્રીઓ સામે આવ્યા અને તેમણે સ્ટેજ પર બધાની સામે ચિકન ખાઈને લોકોના ડરને દૂર કરવાનો પ્રયત્ન કર્યો.તેલંગાણામાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી કેસી રામારાવના દીકરા અને રાજ્ય સરકારના મંત્રી કેટી રામારાવ સ્ટેજ પર ચિકન ખાતા જોવા મળ્યા. તેમની સાથે મંત્રી ઈટેલા રાજેન્દ્ર અને ટી શ્રીનિવાસ યાદવ સહિત સત્તાધારી પાર્ટીના ઘણા મોટા નેતાઓ ચિકન ખાતા દેખાયા