*પાટીદાર સમાજની એકતા જોઈને આ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સમાજને પૂછ્યા સવાલ*

પાટીદાર સમાજની એકતા જોઈને કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પોતાના સમાજને સવાલ પૂછ્યા. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજને એક થવા અપીલ કરી. ઋત્વિજ મકવાણાએ ફેસબૂક પર પોતાની વાત પોસ્ટ કરીને પોતાના સમાજને સવાલો પૂછ્યા કે પાટીદાર સમાજ એક થઇ કાગવડ, ઊંઝા અને અમદાવાદમાં મોટા મંદિરો બનાવી શકે તો આપણે કેમ ન તેવું કરી શકીએ. ચામુંડા માતાના આસ્થાના પ્રતીકને એકતાનું પ્રતીક ન બનાવી શકીયે? ઇષ્ટદેવ માન્ધાતાને એકતાનું પ્રતીક ન બનાવી શકીયે? આપણી આસ્થાનું પ્રતીક વેલનાથ પ્રભુ હોઈ શકે?