*હવે ગુજરાતમાં પણ શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ અપાશે*

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે 2019થી શ્રેષ્ઠ ધારાસભયનો એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. જેના માટે પસંદગી સમિતિ અને પસંદગી માટે ધોરણો ઠરાવતા નિયમો પણ જાહેર કરવામાં આવશે. ધારાસભ્યોને તેમની ફરજો અને જવાબદારીઓ સારી રીતે નિભાવવાની પ્રેરણા મળે તે માટે આ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.