*આડેસર પોલીસ લોકઅપમાં આરોપીની સેલ્ફીએ ચર્ચા જગાવી*

પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતની ઘટનાથી ચર્ચામાં રહેલા આ લોક અપમાં પુરાયેલા આરોપીને મળવા આવેલા તેના બે મિત્રોએ મોબાઇલમાં આરોપી સાથે પાડેલી સેલ્ફી વાયરલ થતાં ફરી લોકોમાં ચર્ચાનો વિષય બની છે.મોબાઇલ પર અભદ્ર ટિપ્પણી અને સોશીયલ મીડિયાના વિવાદની સામસામી ફરિયાદો બાદ પોલીસે એક આરોપીની અટક કરી કસ્ટડીમાં રાખ્યો હતો જેને મળવા તેના બે મિત્રો આવ્યા હતા અને તેમણે મોબાઇલ પર કસ્ટડીમાં રહેલા આરોપી સાથે સેલ્ફી લીધી હતી