*3 કરોડના ખર્ચે અંબા માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર અંબાજીથી અખંડ જ્યોત આવી*

રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટરમાં દાયકા પહેલાં બિરાજીત અંબા માતાજીના મંદિરનો 3 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા રાજ્યમાં પ્રથમ નવનિર્મિત મંદિરમાં માતાજીની મૂર્તિની ધામધૂમથી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી