*ગુજરાતના પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ*

ડોદરાઃ પર્યાવરણ સુરક્ષાની દિશામાં વધુ એક નક્કર કદમના રૂપમાં જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની HPCL દ્વારા વડોદરામાં ગુજરાતના પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કર્યો છે. HPCLના ડાયરેક્ટર માર્કેટિંગ રાકેશ મિશ્રીએ કારેલીબાગના કંપની સંચાલિત પેટ્રોલપંપ ખાતે તેનો પ્રારંભ કરાવ્યો હતો. બેટરીની કિંમત ઓછી થાય તે માટેના સતત પ્રયાસો થઇ રહ્યા છે આરટીઓની નોંધણી પ્રમાણે વડોદરામાં 185 જેટલા ઇલેક્ટ્રીક વાહનો છે આ ચાર્જિંગ સ્ટેશન મેળવ્યા છે. જેમાં ફાસ્ટ ચાર્જિંગ અને સ્લો ચાર્જિંગ એમ બે પ્રકારે વિદ્યુત વાહન ચાર્જ કરાવી શકાય છે.