જીએનએ અમદાવાદ: દેશની રક્ષા માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી.અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ 7 ડિસેમ્બર, સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે ફાળો અર્પણ કરીને માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત કાર્યક્રમ બાદ જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રતિભાવ આપતા કહ્યું કે, “સશસ્ત્ર સેના ધ્વજ દિવસ એ આપણા રાષ્ટ્રના વીર જવાનો અને તેમના પરિવારજનો સ્વમાનભેર જીવી શકે એ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે.” જિલ્લા કલેક્ટરશ્રીએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે પ્રજાને અપીલ કરતાં કહ્યું કે, “આપણે સૌ ઉદાર હ્રદયે યોગદાન આપીને આપણે રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવું જોઈએ”. આ અવસરે જિલ્લા સૈનિક કલ્યાણના અધિકારી શ્રી પલકેશ ચૌધરી,ઓફિસ સુપ્રિટેન્ડેટન્ટ શ્રી કે.કે.પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Related Posts
સેનેટાઈઝર વાપરતા પેલા વાચીલો. ગુજરાતમાં સેનેટાઈઝર્સની ચકાસણી થતા ૧ર૩ માંથી ૮૦ સેમ્પલ ફેઈલ…!
ગુજરાતમાં ખોરાક અને નિયમન તંત્ર દ્વારા વિશેષ ડ્રાઈવ હેઠળ કરાયેલ ચકાસણી દરમિયાન વિવિધ પ્રોડક્ટના સેનિટાઈઝર્સના ૧૪૩ સેમ્પલમાંથી ૮૦ સેમ્પલ ફેઈલ…
*ગાંધીનગર સિવિલ ખાતે દીકરી સાક્ષીની સંવેદનાસભર મુલાકાત કરતાં શિક્ષણમંત્રી*
*ગાંધીનગર સિવિલ ખાતે દીકરી સાક્ષીની સંવેદનાસભર મુલાકાત કરતાં શિક્ષણમંત્રી* જીએનએ ગાંધીનગર: કામરેજ વિધાનસભા-પુણાગામ મા સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતા કલ્પેશ પ્રજાપતિએ…
રાજપીપળા વેલેન્ટાઈન ડે ઉજવવામાં યુવતીઓમાં ભારે ઉત્સાહ.
પ્રેમી હૈયા દ્વારા એકબીજાને ગુલાબનું ફૂલ આપીને પ્રેમનો એકરાર કરી બી માય વેલેન્ટાઇન કહેવાનો દિવસ એટલે વેલેન્ટાઈન ડે. 14મીએ પ્રેમીપંખીડાઓ…