*આજથી દોઢ લાખ અચોક્કસ મુદ્દતની હડતાળ*

સુરત દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર ફેક્ટરીઓમાં કામ કરતા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના શેરડી કાપવાનુ કામ કરતા દોઢ લાખ મજૂરો લઘુતમ વેતનની માંગ સાથે આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જશે. શેરડી કાપણીના મજૂરોને 6થી 8 મહિના સુધી ઘરેથી દૂર રહીને સુગર ફેકટરી, કોલસો, સેલ કટિંગમાં શેરડી કાપવાની મજૂરી સાથે સંકળાયેલા મજૂરોને 238 રૂપિયાનું વળતર મળે છે, જોકે લઘુતમ વેતન 400-450ની મજૂરોની માંગણી છે. મજૂર અધિકાર મંચે પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી હતી