*તનિશ્ક શો રૂમના ડીલરનું અપહરણ કરી સ્મશાનમાં ચિતા પર સળગાવી 1 કરોડની ખંડણી વસુલનાર 3 શખ્સો ઝડપાયા*

ભાવનગરમાં તનિશ્ક શોરૂમના ડીલર મુકેશભાઇ જોધવાણીનું અપહરણ કરી માર મારી સ્મશાનમાં ચિતા પર સળગાવી રૂપિયા 1 કરોડની ખંડણી વસૂલી હતી. આ બનાવ અંગે 25 દિવસ બાદ મુકેશભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણ કરી ખંડણી ઉઘરાવનારા ચાર શખ્સો પૈકી ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. આ ગુનામાં રોહિત માસા કોતર, યશપાલસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા, શક્તિસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા અને કલ્પેશ નાથા કોતર તેમજ એક અજાણ્યા શખ્સની સંડોવણી ખુલતા પોલીસે ધરપકડ કરી 29 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.