જામનગરના ભૂચર મોરી ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતમાં શૌર્ય કથા સપ્તાહનું આયોજન, કેન્દ્રીય મંત્રીશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા ઉપસ્થિત રહ્યા.

*જામનગર: અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા ભૂચર મોરી ખાતે ક્ષત્રિય સમાજના શહિદો તેમજ વિર પુરૂષોની શૌર્ય ગાથાને ઉજાગર કરવા શૌર્ય કથા સપ્તાહનુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં કેન્દ્રીય મંત્રીશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તથા કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતી રહી હતી.આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે શૌર્ય કથા સપ્તાહનું આ આયોજન ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ છે. આવા કાર્યક્રમો થકી ઇતિહાસના વીરપુરુષોનું ગૌરવ જળવાશે અને લોકો સુધી આ વીરપુરુષોની શૌર્ય ગાથા પહોંચશે મંત્રીશ્રીએ જામ રાવલ, જામ સતાજી, જામ દિગ્વિજયસિંહજી, જામ અબડા વગેરેએ બજાવેલા શરણાગતિના ધર્મને યાદ કરી વિરપુરૂષોને આદરાંજલિ અર્પણ કરી હતી. તેમજ આ પ્રકારના વિશિષ્ટ આયોજન બદલ ડો.જયેન્દ્રસિંહ જાડેજા તેમજ અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘને અભીનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે હિંદુ ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે ક્ષત્રિયોનું બલિદાન અભૂતપૂર્વ છે. ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, હમીરજી ગોહિલ, મહારાણા પ્રતાપ, કૃષ્ણકુમારસિંહજી ગોહીલ, જામસાહેબ, ધ્રોલ ઠાકોર સાહેબ મનોહરસિંહ જાડેજા, દોલત બાપુ, અજય જાડેજા, રવિન્દ્ર જાડેજા તે ક્ષત્રિય સમાજના જ નહીં પરંતુ સમગ્ર દેશના ઘરેણા છે. ધર્મ અને સંસ્કૃતિને ટકાવવા ક્ષત્રિય સમાજનો ફાળો અમૂલ્ય છે અન્યાય અને અત્યાચારનો સામનો કરવા, શરણાગતની રક્ષા કરવા, અબળાની લાજ બચાવવા તેમજ ગૌ રક્ષા માટેનુ ક્ષત્રિયોનું બલિદાન ઈતીહાસના પાનામાં અમર છે. ત્યારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની શૌર્ય કથા કાર્યક્રમની આગવી પહેલને મંત્રીશ્રી બિરદાવી અભીનદન પાઠવ્યા હતા.વન અને પર્યાવરણ મંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ પ્રાસંગીક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે આવનારી પેઢી માટે આ કાર્યક્રમ પ્રેરણારૂપ બનશે. રાજવીઓએ પોતાના ૫૬૨ રજવાડા દેશની એકતા માટે સમર્પિત કરી રાષ્ટ્રભક્તિ અને ત્યાગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજનો સમય તલવાર નહીં પરંતુ કલમનો છે ત્યારે રાજપૂત યુવા સંઘ બન્નેને સાથે લઈને ચાલી રહ્યો છે જે ખુબ આનંદની વાત છે.ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘની પ્રેરણાથી અંહી ઐતીહાસીક એવો શૌર્ય કથાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે જન-જન સુધી રાજપુતોનો ઈતીહાસ પહોંચતો કરશે. મહાનુભાવોએ શહીદ વનની મુલાકાત લીધી હતી અને ભૂચર મોરી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા, વાંકાનેર યુવરાજ શ્રી કેસરીદેવસિંહ ઝાલા, દેવ સોલ્ટના ચેરમેનશ્રી દેવેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, હાપા યાર્ડના ચેરમેન શ્રી પ્રવિણસીંહ ઝાલા, ગીતા એન્જિનિયરિંગના શ્રી સરદારસિંહ જાડેજા, શ્રી ગોવુભા જાડેજા, શ્રી નરેશદાન રત્નું, પીજીવીસીએલના શ્રી એમ.બી.જાડેજા, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ શ્રી મનસુખભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ગીતાબા જાડેજા, પોલુભા જાડેજા, શ્રી દશરથબા પરમાર, શ્રીમતી જયશ્રીબા જાડેજા, શ્રીમતી શારદાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.