જન સંઘર્ષ વિરાટ પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રભારી નો હવાલો વિરલ સિંહ ડાભી ના હાથમાં.

ગુજરાત રાજ્ય માં સતત ક્રિયાશીલ અને લોકહિતના કાર્યો કરવા માં રાજકીય પક્ષ તરીકે જન સંઘર્ષ વિરાટ પાર્ટી મોખરે સ્થાન ધરાવે છે. પાર્ટી હાલ માં સંગઠન પર્વ હેઠળ 15 રાજ્યો માં સંગઠન તૈયાર કરી રહી છે સાથે વિવિધ 10 ચૂંટણીઓ લડીને પોતાની ઓળખ ઉભી કરવામાં સફળ થઈ છે

જન સંઘર્ષ વિરાટ પાર્ટી ના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ અર્જુન મિશ્રા દ્વારા ગુજરાત ના અમદાવાદ પૂર્વ લોકસભા અને અમરાઈવાડી વિધાનસભા માં નેતૃત્વ કર્યા પછી હાલ સમગ્ર ગુજરાત માં પાર્ટી સંગઠન નો વ્યાપ વધારવામાં લાગી છે ત્યારે પાર્ટી માં ગુજરાત પ્રદેશ સંગઠન ની જવાબદારી અને પાર્ટી ના પ્રદેશ પ્રભારી તરીકે યુવાનો ના સાહસી વિરલ સિંહ ડાભી ને જવાબદારી આપવામાં આવી છે.

આ નિર્ણય પછી પ્રદેશ માં લોકો વચ્ચે પાર્ટી પ્રત્યે ની ઉત્સુકતા જોઈને સદસ્યતા અભિયાન ની તમામ જવાબદારીઓ વિરલ સિંહ ને સોંપવામાં આવી છે. વિરલ સિંહ ડાભી જોડે વાત કરતા એમને જણાવ્યું કે “પાર્ટી ના રાષ્ટ્રીય નેતૃત્વ એ આ જવાબદારી આપી એ બદલ પાર્ટી ના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને પરિવારજનો ને હું નમન કરું છું. પાર્ટી યુવાનો ના હિત ની વાત શરૂઆત થીજ કરતી આવે છે અને અહીંયા યુવાનો ને તાલીમ આપી ચૂંટણી લડવા તૈયાર કરવામાં આવે છે. પક્ષ વિપક્ષ ના રાજકારણ ને બાદ કારી લોક સેવા ના કાર્યો અમારી પાર્ટી નો મુખ્ય ઉદ્દેશ્ય છે. પાર્ટી દ્વારા જે જવાબદારી સોપવામાં આવી છે એ અમે ચોક્કસપણે ખૂબ જ ઊર્જા થી અને લોકહિત ના અભિગમ સાથે સાર્થક કરવા કટિબદ્ધ છું. પ્રથમ ચરણ માં સેવા પરમો ધર્મ હેઠળ સમગ્ર પ્રદેશ માં સક્રિય યુવાનો ને જોડવાનું કાર્ય કરીશું પછી સંગઠન ની કાર્યપધ્ધતિ તૈયાર કરી આગામી ચૂંટણીઓ માં યુવાનો ને ચોક્કસપણે ઉતારીશું.”