જ્ઞાનવાપી સર્વે કેસમાં આજે કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ મહત્વની સુનાવણી હાથ ધરશે. ઉપરાંત અન્ય બે અરજીઓ પર સ્થાનિક કોર્ટમાં સુનાવણી થવાની છે. પ્રથમમાં જ્ઞાનવાપી સંકુલના સર્વેમાં મળેલા શિવલિંગની પૂજા કરવાની પરવાનગીની માંગણી અને બીજામાં જ્ઞાનવાપી સંકુલમાં ભોંયરાની દિવાલો તોડી પાડવા અને આ મામલે અન્ય પુરાવા એકત્ર કરવા માટે કાટમાળ હટાવવાની માંગણીનો સમાવેશ થાય છે.