સંભવિત ત્રીજી લહેરના ગુજરાતમાં ભણકારા વાગી ચૂકયા કોરોના તેમજ ઓમિક્રોનના કેસો હવે મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે

સંભવિત ત્રીજી લહેરના ગુજરાતમાં ભણકારા વાગી ચૂકયા છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં કોરોના તેમજ ઓમિક્રોનના કેસો હવે મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોધાતાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. 21 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવતાં સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. હાલ ઓમિક્રોંનના બે દર્દીઓ સારવાર હેઠળ છે.21 વર્ષીય યુવતીનો ઓમિક્રોન પોઝિટિવ રિપોર્ટ આવ્યો. 21 તારીખે અમદાવાદ એરપોર્ટ પર કોરોના રિપોર્ટ આવતા આઇસોલેટ એમ્બ્યુલન્સમાં રાજકોટ ખસેડી હતી. ઓમિક્રોન રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો. રાજકોટમાં કુલ 2 ઓમિક્રોન વેરિયન્ટના કેસ નોંધાયા. અગાઉ આર.કે. યુનિવર્સિટીના તાન્ઝાનિયાથી આવેલા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બન્ને દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.