દક્ષિણ બાંગ્લાદેશમાં મુસાફરો ને લઈ જતી બોટમાં આગ 36 લોકોના મોત.

દક્ષિણ બાંગ્લાદેશમાં મુસાફરોને લઈ જતી બોટમાં આગ લાગવાથી લગભગ 36 લોકોના મોત થયા છે . સ્થાનિક પોલીસે જણાવ્યું કે , મૃતકોની સંખ્યા વધી શકે છે . રાજધાની ઢાકાથી 250 કિમી દૂર ઝલકોટી જિલ્લામાં આ દુર્ઘટના બની હતી , જ્યારે સુગંધા નદીમાં બોટના એન્જિનમાં આગ લાગી હતી . ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.બોટમાં બાળકો અને વૃદ્ધો સહિત 500 જેટલા મુસાફરો સવાર હતા . આમાંથી ઘણા લોકોએ નદીમાં ઝંપલાવ્યું હતું .