પીએફ ખાતા ટ્રાન્સફર કરવાનું ઝંઝટ નહીં રહે.EPFO નું મોટું એલાન

EPFOનું મોટું એલાન: હવે નોકરી બદલો તો PF ખાતું નહીં કરવું પડે ટ્રાન્સફર, આવ્યો નવો નિયમ તેનો અર્થ થયો કે કોઈ કર્મચારી નોકરી બદલે છે અથવા એક કંપનીથી બીજી કંપનીમાં જોઈન કરે છે તો પીએફ ખાતા ટ્રાન્સફર કરવાનું ઝંઝટ નહીં રહે. આ કામ આપમેળે જ થઇ જશે. સેન્ટ્રલાઇઝ સિસ્ટમની મદદથી કર્મચારીનું ખાતુ મર્જ થશે. હજુ સુધી આ નિયમ છે કે જ્યારે કોઈ કર્મચારી એક કંપની છોડીને બીજી કંપનીમાં જાય છે તો તે PFના રૂપિયા ઉપાડી લે છે અથવા તો બીજી કંપનીમાં ટ્રાન્સફર કરી દે છે. હજુ સુધી ટ્રાન્સફર કરાવવાનું આ કામ આપમેળ થઇ જશે.આ માટે જૂની અને નવી કંપનીમાં કેટલાક કાગળ ઔપચારિકતા હોય છે જેને પૂરી કરવાની હોય છે. આ પેપર કાર્યવાહીને લઇને કેટલાક લોકો જૂની કંપનીઓમાં પીએફના પૈસા છોડી દે છે. નવી કંપનીમાં પહેલાના UAN પર જ બીજા PF ખાતા બની જાય છે. પરંતુ આ PF ખાતામાં પુરૂ બેલેન્સ નથી દેખાતું કારણ કે કર્મચારી જૂના ખાતાને નવાથી મર્જ નહોતા થઇ શકતા. હવે આ ઝંઝટ ખતમ થઇ જશે.