ચીનની કરન્સી પર પણ Coronavirusની ઈફેક્ટ, 84,000 કરોડ નોટ નષ્ટ કરવાનો આદેશ

ચીનમાં કોરોના વાયરસનો આતંક એટલો વધી ગયો છે કે ત્યાંની સરકારે હજારો કરોડોની ચલણી નોટ્સને નષ્ટ કરવાનો નિર્ણય લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે આ નોટો દ્વારા વાયરસનો ફેલાવો થઇ રહ્યો છે. નોટ એક હાથથી અન્ય હાથોમાં સતત આવતી જતી હોય છે, જેથી આ ચિંતા સ્વાભાવિક છે. ચીનની સરકારે નક્કી કર્યું છે કે વાયરસને ફેલાતો અટકવવા માટે કોઈપણ ભોગે તમામ ચલણી નોટ્સને નષ્ટ કરવી પડશે. ચીનની સેન્ટ્રલ બેન્કના ગુઆંગઝોઉ બ્રાન્ચના ચીફ મેનેજરે જણાવ્યું હતું કે બજારમાંથી અત્યારસુધી આવેલ તમામ નોટ્સને નષ્ટને કરી દેવામાં આવશે. બીજી તરફ પીપલ્સ બેન્ક ઓફ ચાઈનાએ તમામ નોટ્સનો નાશ કરી દેવાનો આદેશ આપી દીધો છે.