*વેલકમ ટુ જામનગર: જામનગર એસપી તરીકે દીપેન ભદ્રને એસપીનો સંભાળ્યો ચાર્જ. અસામાજિક તત્વો સાથે પોલીસ બેડામાં ચર્ચાનો દોર..*

જામનગર: જામનગર જિલ્લા અધિક્ષક તરીકે શ્વેતા શ્રીમાળીની બદલી થતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક્કા ગણાતા અધિકારી એવા ડીસીપી દીપેન ભદ્રનની જામનગર એસપી તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. દીપેન ભદ્રન ચપળ મગજ સાથે અસામાજિક તત્વોને નાથવામાં બાહોશ પાવરધા અધિકારીની છાપ ધરાવે છે જેમની જામનગર એસપી તરીકે નિયુક્તિ થતા આજે તેમણે એસપી નો ચાર્જ સંભાળ્યો હતો. એસપીનો ચાર્જ સંભાળતા જ અસામાજિક તત્વો અને પોલીસ બેડામાં કયારે શું થશે શું બનશે અને કેવા પગલાં લેવાશે તેની ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો. દીપેન ભદ્રન ગુનાહિત પ્રશ્નોને તાત્કાલિક ઉકેલ લાવવામાં અગ્રગણીય રહેતા આવ્યા છે. ગુનાહનો તાત્કાલિક ઉકેલ લાવી ગુનેહગારોને સળિયા પાછળ ધકેલવાની તેઓ માસ્ટરી ધરાવે છે જેને લીધે તેઓ વિશ્વની ટોપ એજનસી ગણાતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી તરીકે નિયુક્ત રહ્યા હતા અને સારા એવા ગુનાહને ઉકેલવામાં સારી સફળતા સાંપડી છે.

જામનગરમાં સતત થઈ રહેલ ફાયરિંગની ઘટનાઓ, ગુંડાગીરી, ખંડણી જેવા બનાવો વધતા સરકારની મજાક બનતા જોવા મળી રહી હતી જેની દિલ્લી સુધી વાત પહોંચી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ જેના પરિણામે એક તટસ્થ અને બાહોશ અધિકારી તરીકે દીપેન ભદ્રન મુકાયા છે. આગામી સમયમાં પોલીસ વિભાગ અને ગ્રાઉન્ડ ઝીરોમાં ઘણા મોટા ફેરફાર થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. આજે સવારે 11 વાગે દીપેન ભદ્રન દ્વારા પોલીસ અધિક્ષક કચેરી ખાતે એસપીનો ચાર્જ સંભાળ્યો હતો જેમનું સ્વાગત પૂર્વ એસપી શ્વેતા શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું.

દીપેન ભદ્રન એક બાહોશ અધિકારી ગણાતા આવ્યા છે આગળના સમયમાં જામનગરમાં પણ અસામાજિક પ્રવૃત્તિઓનો સફાયો કરી એક સારા કાર્ય સાથે આ તમામ અસામાજિક બદીઓ પર અંકુશ લાવી તમામ એવા કામો કરનાર લોકો એક સબક લે તેવી જામનગરની પ્રજા આશા રાખે છે. દીપેન ભદ્રન વેલકમ ટુ જામનગર..