અમદાવાદ: શહેર જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે દ્વારા ૩૨ પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા.આ ૩૨ પાકિસ્તાની હિંદુઓ છેલ્લા ૭ વર્ષથી અમદાવાદમાં સ્થાયી હતા. નાગરિકતા અધિનિયમ પ્રમાણે ૭ વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. નવા ૧૮ પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આગામી નાગરીકતા પ્રક્રિયા માટે એનાયત કરવામાં આવ્યું હતું.અત્રે નોંધનીય બાબત છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં આ ૧૮ વ્યક્તિઓની પણ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને તેઓને પણ નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે.વર્ષ ૨૦૧૬ થી અત્યાર સુધીમાં ૯૦૦ લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા એનાયત કરવામાં આવ્યા છે.અત્રે નોંધીનય બાબત છે કે, વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા(હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચન) ધર્મ ના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે.
Related Posts
*📍અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ, ઇડર ખાતેથી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો મોટો જથ્થો પકડાયો*
*📍અમદાવાદ, વડોદરા, સુરત, ભુજ, ઇડર ખાતેથી બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો મોટો જથ્થો પકડાયો*
*📌ગૃહવિભાગ તરફથી મહેસાણા અને આણંદ S.P. ની બદલીનાં આદેશ જાહેર.*
*📌ગૃહવિભાગ તરફથી મહેસાણા અને આણંદ S.P. ની બદલીનાં આદેશ જાહેર.* ૧) ગુજરાતનાં મહામહિમ રાજ્યપાલનાં હુકમથી મહેસાણા S.P. અચલ ત્યાગી…
ગુજરાતના રાજ્યપાલ અને લેડી ગવર્નરએ સાથે મળીને ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં મોટાપાયે સફાઈ કાર્યને પૂર્ણ કર્યું. જીએનએ અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ…