દેશમાં પહેલી વાર કોઈ રાજ્ય દ્વારા પેટ્રોલના ભાવમાં લોકોને આટલી મોટી રાહત આપવાનો નિર્ણય ઝારખંડ સરકારે 25 રુપિયા સસ્તું પેટ્રોલ કર્યુ.

દેશમાં પહેલી વાર કોઈ રાજ્ય દ્વારા પેટ્રોલના ભાવમાં લોકોને આટલી મોટી રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ 100 રુપિયાની આજુબાજુ છે ત્યારે ઝારખંડ સરકારે બીપીએલ કાર્ડ ધારક લોકોને મોટી રાહત આપી છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું કે 26 જાન્યુઆરીથી  BPL કાર્ડ ધારકોને 25 રુપિયા સસ્તું પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવશે. લોકો બીએપીએલ કાર્ડ બતાવીને આ લાભ મેળવી શકે છે. જોકે આ યોજના ફક્ત બીપીએલ કાર્ડ ધારકો માટે જ છે, તે સિવાયના લોકોએ તો જુના ભાવે જ પેટ્રોલ અને ડીઝલ પુરાવવાનું રહેશે.ઝારખંડ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પણ પેટ્રોલ અને ડીઝલ પર વેટના દરમાં ઘટાડો કરવાની સતત માંગ કરી રહ્યું હતું. એસોસિએશન સરકારને પેટ્રોલ પરના વેટમાં 5 ટકાનો ઘટાડો કરવાની માંગ કરી રહ્યું હતું. તેમનું કહેવું છે કે જો સરકાર વેટ રેટ 22 ટકાથી ઘટાડીને 17 ટકા કરશે તો લોકોને મોટી રાહત મળશે. એસોસિએશને જણાવ્યું હતું કે ઝારખંડના પડોશી રાજ્યો ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશામાં ડીઝલની કિંમત ઓછી છે.ઝારખંડથી ચાલતા વાહનો પડોશી રાજ્યોમાંથી ડીઝલ ભરાવી રહ્યાં છે જેનાથી રાજ્ય સરકારને મોટું નુકસાન થઈ રહ્યું છે.એસોસિએશનના પ્રમુખ અશોક સિંહે જણાવ્યું હતું કે પેટ્રોલિયમ ડીલરોએ મુખ્યમંત્રી હેમંત સોરેનને પત્ર લખ્યો હતો અને નાણાં પ્રધાનને પણ મળ્યા હતા.અશોકે કહ્યું કે તેમણે નાણાં પ્રધાનને મળ્યા હતા અને આ અંગે એક આવેદનપત્ર સુપરત કર્યું હતું પરંતુ તેમની માંગણીઓ પર વિચાર કરવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે ઝારખંડમાં ૧૩૫૦ પેટ્રોલ પંપ છે જે સીધા ૨.૫૦ લાખથી વધુ પરિવારોને આજીવિકા પ્રદાન કરે છે. ઊંચા વેટ દરથી વ્યવસાયને અસર થઈ રહી છે.