*50 હજારની લાંચ લેનાર સિંચાઈના મદદનીશ ઈજનેર પ્રવિણ રોહિતને ત્રણ વર્ષની કેદ*

રાપર તાલુકાની કેનાલના કામ થયેલ બીલની રકમ સત્વરે મળી જાય તે માટે પ૦ હજારની લાંચની માંગણી કરનારા મદદનીશ ઈજનેર પ્રવિણ રોહિતને ભુજની કોર્ટે ત્રણ વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કરાતા સરકારી બેડામાં હલચલ મચી જવા પામ્યો છે કચ્છ સિંચાઈ વિભાગ દ્વારા ૯,૯૦,૦૦૦ નું કેનાલનું કામ તા.ર૦/પ/ર૦૧૩ના વર્ક ઓર્ડરથી મળ્યું હતું. જે કેનાલનું કામ આરોપીની દેખરેખ હેઠળ થયું હતું. મંડળી દ્વારા આ કામ પૈકી પ્રથમ બીલની રકમ ૪,રપ,૯૮૪ મંજુર કરાવી આપવા માટે આરોપીએ ફરિયાદી પાસેથી પ૦ હજારની માંગણી કરી હતી.