જામનગરના અગ્રણી મહિલા નેતા નયનાબા અનિરુદ્ધસિંહ જાડેજાએ અતિ ભારે વરસાદના લીધે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને નુકસાનનું વળતર ચુકવવા રાજ્યના મુખ્યમંત્રીશ્રીને લખ્યો પત્ર: વાંચો અક્ષરશઃ.
પ્રતિ શ્રી
મુખ્યમંત્રીશ્રી, વિષય: અતિ ભારે વરસાદના લીધે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને નુકસાનનું વળતર ચુકવવા બાબત.
આપ શ્રી નવા નિમાયેલા મુખ્યમંત્રીશ્રીને નમ્ર વિનંતી છે કે આપ હવે આપના મંત્રીમંડળની રચના માંથી સમય મળી ગયો હોય તો સત્વરે આપ લોકોને જે નુકસાની થઈ છે લોકો ની વસ્તુઓ , જાનમાલની નુકસાની થઈ છે અને અમુક ગામના ગામ તબાહ થઈ ગયા છે આવા લોકો પાસે હવે સંસાધન છે નહીં ઘરમાં ખાલી દીવાલો સિવાય કંઈ રહ્યું નથી આવા લોકોને સત્વરે મદદ અને વળતર પૂરું પાડવામાં આવે કારણ કે આપ જ્યાં સુધી સર્વે કરાવશો અને પછી એક્શનમાં આવશો ત્યાં સુધી લોકોની હાલત વધારે ખરાબ થઇ ચૂકી હશે એટલે આપને વિનંતી છે આવા લોકોની સત્વરે મદદ કરો અને સત્વરે વળતર આપો જેથી લોકો પોતાનું સામાન્ય જીવન ફરીથી ચાલુ કરી શકે કારણ કે જો આ કાર્ય ઝડપથી નહીં કરવામાં આવે તો ક્યાં સુધી લોકો બીજાના આધારે જીવન જીવશે એમના જીવન ક્યારે પાટે ચડશે એટલે આપને નમ્ર વિનંતી છે કે આપ સત્વરે આ આવા લોકોને શક્ય એટલું વળતરની ચુકવણી કરો. જેથી લોકો પોતાનું સામાન્ય જીવન જીવી શકે.